Friday, 19/04/2024
Dark Mode

ધાનપુર તાલુકાના ઘોડાઝર ગામે બે લગ્નોમાં કલેક્ટરના જાહેરનામાના ભંગ બદલ પોલિસે 6 લોકો વિરુદ્ધ ગુનો નોંધ્યો 

ધાનપુર તાલુકાના ઘોડાઝર ગામે બે લગ્નોમાં કલેક્ટરના જાહેરનામાના ભંગ બદલ પોલિસે 6 લોકો વિરુદ્ધ ગુનો નોંધ્યો 

 જીગ્નેશ બારીયા :- દાહોદ 

  • ધાનપુર તાલુકાના ઘોડાઝર ગામે બે લગ્નોમાં કલેક્ટરના જાહેરનામાના ભંગ બદલ પોલિસે 6 લોકો વિરુદ્ધ ગુનો નોંધ્યો 
  • ધાનપુરના ઘોડાઝમાં બે લગ્ન ઊંચા અવાજે છે ડીજે તેમજ શોશ્યલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા હતા.
  • પોલિસે કલેકટર શ્રીના જાહેરનામાના ભંગ બદલ કાર્યવાહી હાથ ધરી

દાહોદ તા.૧૨

દાહોદ જિલ્લામાં કલેક્ટર અને મેજીસ્ટ્રેટના જાહેરનામાના ભેગ બદલ દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાં બે સ્થળોએ લગ્ન પ્રસંગોમાં મોડી રાત્રે મોટા અવાજે ડી.જે.વગાડવા બદલ અને લગ્ન પ્રસંગોમાં સોશીયલ ડિસ્ટન્સનું પાલન ન થતાં ધાનપુર પોલીસે ૬ જણા વિરૂધ્ધ જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરતાં ચકચાર મચી જવા પામી છે.

દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમણ અંતિમ ચરમસીમાએ પહોંચ્યો છે. જાણવા મળ્યા અનુસાર, કોરોનાની પરિસ્થિતી જિલ્લામાં વણસી છે અને પરિસ્થિતી કાબુ બહાર હોવાનું પણ છડેચોક ચર્ચાઈ રહ્યું છે ત્યારે દાહોદ જિલ્લા કલેક્ટર અને મેજીસ્ટ્રેટ દ્વારા અનેક જાહેરનામા પણ પ્રસિધ્ધ કરવામાં આવ્યાં છે તેમાંય જિલ્લામાં જાે લગ્ન પ્રસંગ યોજવાના હોઈ તો તેમાં ૧૦૦ વ્યક્તિઓની જ ઉપસ્થિતી અનિવાર્ય કરતું જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે અને તેમાંય ફરજીયાત માસ્ક, સેનેટરાઈઝર અને ખાસ કરીને સોશીયડલ ડિસ્ટન્સનું ચુસ્ત પણ પાલન કરવાનું રહેશે તેવું જાહેરનામામાં જણાવ્યું છે. ત્યારે મળતી માહિતી પ્રમાણે દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ધોડાઝર ગામે મંડોર ફળિયામાં અને અગાસવાણી ગામે લધોડા ફળિયામાં ગતરોજ લગ્ન પ્રસંગમાં ઉપરોક્ત જાહેરનામાનો ભંગ થતો જાેવાતાં અને રાત્રીના સમયે ડી.જે. વગાડી, માસ્ક નહીં પહેરી તેમજ સોશીયલ ડિસ્ટન્સનું પાલન ન જાેવાતાં સ્થળ પર પહોંચેલ પોલીસે કુલ ૦૬ જણા વિરૂધ્ધ જાહેરાનામાનાં ભંગ બદલનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

———————————————————–

error: Content is protected !!