Friday, 06/12/2024
Dark Mode

સિંગવડ તાલુકાના સીંગવડમાં આમ આદમી પાર્ટી તથા ભારતીય ટ્રાઇબલ પાર્ટી દ્વારા પરિવર્તન યાત્રા રેલી નીકાળવામાં આવી           

May 29, 2022
        1794
સિંગવડ તાલુકાના સીંગવડમાં આમ આદમી પાર્ટી તથા ભારતીય ટ્રાઇબલ પાર્ટી દ્વારા પરિવર્તન યાત્રા રેલી નીકાળવામાં આવી           

કલ્પેશ શાહ. :- સીંગવડ          

સિંગવડ તાલુકાના સીંગવડમાં આમ આદમી પાર્ટી તથા ભારતીય ટ્રાઇબલ પાર્ટી દ્વારા પરિવર્તન યાત્રા રેલી નીકાળવામાં આવી           

સીંગવડ તા.28

સિંગવડ તાલુકાના સીંગવડમાં આમ આદમી પાર્ટી તથા ભારતીય ટ્રાઇબલ પાર્ટી દ્વારા પરિવર્તન યાત્રા રેલી નીકાળવામાં આવી           

ઉમરગામ થી અંબાજી સુધી ની આમ આદમી પાર્ટી તથા ભારતીય ટ્રાઇબલ પાર્ટી દ્વારા પરિવર્તન યાત્રા નીકાળવામાં આવી હતી તેમાં 28 5 22 ના રોજ સાંજે 4:00 કલાકે સીંગવડ મુકામે આવી પહોંચી હતી પરિવર્તન યાત્રા ભમરેચી માતા ના મંદિર થી ચાલુ કરીને સિંગવડ બજારમાં ગુરુ ગોવિંદ ચોક ખાતે એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભારતીય ટ્રાઇબલ પાર્ટી ધારાસભ્ય મહેશભાઈ વસાવા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ અર્જુન રાઠવા મધ્ય ઝોન સંગઠન મંત્રી જયેશ સંગાડા દાહોદ જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ તરૂણાબેન હઠીલા દાહોદ જિલ્લા પ્રભારી રમસુ ભાઈ હઠીલા તથા આમ આદમી પાર્ટી થતા ભારતીય ટ્રાઈબલ પાર્ટીના કાર્યકરો મોટી સંખ્યામાં આ પરિવર્તન રેલીમાં જોડાયા હતા જ્યારે જયેશ સંગાડા દ્વારા ગોવિંદ ગુરુ ચોક પર સંબોધન કરવામાં આવ્યું હતું જેમાં આમ આદમીની પાર્ટી સરકારમાં આવશે તો ભ્રષ્ટાચાર મુક્ત કરશે અને જ્યારે પેટ્રોલ-ડીઝલના ભાવ પણ ઘણા વધી ગયા છે તેને પણ નિયંત્રણમાં લાવીશુ જ્યારે સરકારી સ્કૂલો અને સરકારી દવાખાના ઓ ને પણ દિલ્હી જેવા બનાવવામાં આવશે જ્યારે ગુજરાતને દિલ્હી જેવું મોડેલ બનાવવામાં આવશે ત્યાર પછી આ પરિવર્તન યાત્રા સીંગવડ થી બાંડીબાર મુકામે પહોંચી હતી બાંડીબાર માં આમ આદમી પાર્ટીના ગોવિંદભાઈ રાવત દ્વારા ફટાકડા ફોડીને સ્વાગત કરવામાં આવ્યું હતું અને બાંડીબાર આખા નગરમાં ફરીને પરિવર્તન યાત્રા લીમખેડાના આતરસુંબા મુકામે પહોંચી હતી ત્યાં પહોંચીને ૫૦૦ જેટલા કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા તેમ દાહોદ જિલ્લાના પ્રભારી રમસુ ભાઈ હઠીલા દ્વારા જણાવવામાં આવ્યું હતું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!