કલ્પેશ શાહ :- સીંગવડ.
સિંગવડ તાલુકાના દાસા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોરોના રસીકરણ મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
સીંગવડ તા.22
સીંગવડ તાલુકાના દાસા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે 22 5 22 ના રોજ દાહોદ જિલ્લા સાંસદ જશવંતસિંહ ભાભોર ના હસ્તે રસીકરણ મેગા કેમ્પનું શુભારંભ કરવામાં આવ્યો જેમાં જિલ્લા આરોગ્ય અધિકારી સી આર પટેલ તાલુકા આરોગ્ય અધિકારી ડો સીએમ મછાર ઉપસ્થિત રહી તેમના માર્ગદર્શન સાથે રસીકરણ કાર્યક્રમ આગળ વધાર્યો જેમાં ત્રણ પ્રકારની રસી કોવીશીલડ. કોવેક્સિન અને કાબોવેક્સના ડોઝ ઉપલબ્ધ કરવામાં આવ્યા હતા જેમાં પ્રિકોશન ડોઝ અને સેકન્ડ ડોઝ બાકી રહી ગયેલા લાભાર્થીઓ નું રસીકરણ કરવામાં આવ્યું જ્યારે પી એસ સી મેડિકલ ઓફિસર ડો જીગ્નેશ ચારેલ અને ડો નિલેશ સેલોત ના સુપરવિઝન સાથે તમામ લાભાર્થીઓને રસીકરણ કરવામાં આવ્યું હતું