કલ્પેશ શાહ, સિંગવડ
સિંગવડ તાલુકા માં કનેક્ટિવિટી ના અભાવ ના લીધે બેંકો તથા મામલતદાર ઓફિસમાં ગ્રાહકો તથા અરજદારોને ધક્કા ખાવાનો વારો
સિંગવડ તાલુકા માં ત્રણ દિવસથી કનેકટીવીટી ન હોવાના લીધે બેંકો તથા મામલતદાર ઓફિસમાં લોકોના કામ નહી થતા લોકોને ધક્કા ખાવાનો વારો આવ્યો છે જ્યારે બેંક.ઓફ.બરોડા પણ કનેકટીવીટી ન હોવાના લીધે લોકોને રૂપિયા લેવા તથા ભરવામાં આ તકલીફનો સામનો કરવો પડતો હોય છે જ્યારે લગ્ન ની સીઝન ચાલતી હોય તો લોકોને રૂપિયાની જરૂર પડતી હોય જ્યારે તેમના જ રૂપિયા તમને ટાઈમ થી કનેકટીવીટી ન હોવાના લીધે ન મળતાં તકલીફ પડતી હોય છે જ્યારે બેંકોમાં ગ્રાહકોને પૈસા ભરવાના હોય કે લેવાના હોય તો આ કનેક્ટિવિટી બંધ હોવાના લીધે તેમના કામો અટકી ગયા છે જ્યારે બેંક.ઓફ.બરોડા દ્વારા પણ તેમની બેંકમાં કનેક્ટિવિટી ના હોવાના લીધે તેમને બેંકના દરવાજા પણ બંધ કરી દેવામાં આવ્યા હતા જ્યારે બેંકના સ્ટાફ દ્વારા દાસા બેંકમાં કનેક્ટિવિટી ચાલુ છે તેમ કરીને ગ્રાહકોને ત્યાં મોકલવામાં આવ્યા હતા જ્યારે કનેક્ટિવિટી ના લીધે લોકોને તકલીફોનો સામનો કરવો પડતો હોય છે જ્યારે સરકાર દ્વારા બધું જ ઓનલાઇન પ્રક્રિયા કરવા માટે ભાર મૂકવામાં આવતો હોય છે પરંતુ બે-ત્રણ દિવસ સુધી જો કનેક્ટિવિટી બંધ રહેતી હોય તો ઓનલાઇન કામ કરવાનો શું મતલબ જ્યારે સીંગવડ મામલતદાર ઓફિસ મા પણ કનેક્ટિવિટી બંધ હોવાના લીધે નકલો તથા મામલતદાર ઓફિસ ને લગતા અરજદારોના કામો અટકી જવા પામ્યા છે જ્યારે સરકારી તંત્ર દ્વારા આ કનેક્ટિવિટીને અમુક ટાઈમ માં રીપેર કરીને ફટાફટ ચાલુ કરવામાં આવે તો ગ્રાહકોને તથા અરજદારો ધક્કા ખાવાનો વારો નહીં આવે અને તેમના કામ ફટાફટ થાય તેમ છે જ્યારે સિંગવડ તાલુકા માં કનેક્ટિવિટીનો કાયમ માટે વારંવાર બંધ થયા કરે છે તેનું કાયમી સોલ્યુશન લાવી અને તેને વ્યવસ્થિત ચાલુ કરવામાં આવે તો આ ગ્રાહકોને તથા અરજદારો ને હેરાન થવાનો વારો નહીં આવે અને તેમના કામ ફટાફટ થાય તેમ છે જ્યારે સરકાર દ્વારા ડિજિટલ ઇન્ડિયાનું સપનું સાકાર કરવાનું હોય જો આવું ચાલતું હોય તો સરકાર ડિજિટલ ઇન્ડિયા નું સ્વપ્ન સાકાર કેવી રીતના કરશે ચર્ચાનો વિષય છે માટે સિંગવડ તાલુકા માં કનેક્ટિવિટી વ્યવસ્થિત ચાલે તેણે ગ્રાહકોની તથા અરજદારોની માંગ છે