કલ્પેશ શાહ :- સીંગવડ
સિંગવડ તાલુકા તાલુકા પંચાયત વિસ્તરણ તથા સિંગવડ મામલતદારનો વિદાય સમારંભ યોજાયો
સીંગવડ તા.31
સીંગવડ તાલુકાના તાલુકા પંચાયતના પંચાયત વિસ્તરણ અધિકારી આર ડી પટેલ તથા સીંગવડ મામલતદાર ડી કે પટેલ નો વિદાય સમારંભ આજ રોજ યોજવામાં આવ્યો હતો તેમાં મુખ્ય મહેમાન તરીકે દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોર ઉપસ્થિત રહ્યા હતા જ્યારે તાલુકા પંચાયત પ્રમુખ કાંતાબેન ડામોર તાલુકા વિકાસ અધિકારી મકવાણા તથા જિલ્લા પંચાયત સભ્યો તાલુકા પંચાયત સભ્યો સરપંચશ્રીઓ તલાટી કમ મંત્રી ઓ મામલતદાર ઓફિસ સ્ટાફ તાલુકા પંચાયત ઓફિસ સ્ટાફ ગ્રામ સેવકો વગેરે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા જ્યારે જશવંતસિંહ ભાભોર દ્વારા આર.ડી.પટેલ પહેલા લીમખેડા તાલુકો હતો ત્યારે તેમને તારમી છાપરી હાંડી અગારા મંડેર મલેકપુર વગેરે ઘણાં પંચાયતોમાં તલાટી કમ મંત્રી કે તરીકે ફરજ બજાવી હતી તથા આ ગામોના લોકો ઘણા કામો કર્યા હતા જ્યારે સીંગવડ તાલુકો બન્યો ત્યારે તેમની બઢતી થતાં તેમને સિંગવડ તાલુકા પંચાયત મા પંચાયત વિસ્તરણ તરીકે કારભાર સંભાળ્યો હતો જ્યારે નવો તાલુકો બન્યો ત્યારે તેમને પંચાયતને લગતા ઘણા સારાં કામો કર્યા હતા જ્યારે ઘણા તલાટી કમ મંત્રી ઓ નવા આવ્યા હતા તેમને પણ તે કામો કરવાની રીત બતાવવામાં આવી હતી જ્યારે આજુબાજુના સરપંચો પણ તેમના કામો કરીને તેમને સલાહ સૂચન આપ્યા હતા જ્યારે સીંગવડ મામલતદાર પટેલ પણ થોડા સમય માટે મામલતદાર તરીકે નોકરી કરી હતી પરંતુ સારી નોકરી કરીને ગયા હતા જ્યારે આ કોરોના જેવી મહામારી પણ આવી ત્યારે સરકારી તંત્રની સાથે રહીને પૂર્ણ કાર્યો કર્યા હતા ત્યાર પછી માજી તાલુકા પંચાયત પ્રમુખ સી.કે કિશોરી માજી જિલ્લા પંચાયત ચેરમેન એન ડી પટેલ માજી જિલ્લા પંચાયત નારસિંગ પરમાર વગેરે દ્વારા પણ પ્રવચન કરવામાં આવ્યા હતા ત્યાર પછી વિદાય થતા અધિકારીઓને બધા આવેલા મહેમાનોને વધાવી લીધો હતો