કલ્પેશ શાહ :- સિંગવડ
સીંગવડ તાલુકો બન્યાના પાંચ વર્ષ વીત્યા છતાંય પંચાયતના અધિકારીઓ ચાર્જ પર નિર્ભર: કાયમી જગ્યા ક્યારે ભરાશે..? ચર્ચાતો સવાલ
સીંગવડ તા.12
સિંગવડ તાલુકા બન્યા ને પાંચ વર્ષ થવા આવ્યા છતાં હજુ સિંગવડ તાલુકા પંચાયતને બીજી તાલુકા પંચાયતના કર્મચારીઓ ના ચાર્જ પણ નભવું પડતું હોય છે સિંગવડ તાલુકો બન્યો ને પાંચ વર્ષ જેવા થવા આવ્યા છતાં સિંગવડ તાલુકા પંચાયતના મોટાભાગના ખાતાના કર્મચારી ઓ ચાર્જ પર હોવાથી લોકોના કામો ટાઈમથી નહીં થતા લોકોને ધક્કા ખાવાનો વારો આવે છે જ્યારે સિંગવડ તાલુકા માં જે પણ કર્મચારીની બદલી થતી હોય છે તેના પછી બીજા તાલુકાના કર્મચારીને ચાર્જ આપવામાં આવે છે જે કર્મચારી ચાર્જના ના દિવસે નક્કી કર્યા મુજબ આવતા હોય પરંતુ ઘણા કર્મચારીઓ નક્કી કરેલા દિવસે પણ નહીં આવતા હોવાના લીધે લોકો ઘણી દૂર દૂરથી કામ અર્થે આવતા હોય છે પરંતુ કર્મચારી નહીં આવતા હોવાના લીધે તેમને ધક્કા ખાઇને પાછું જવું પડતું હોય છે જો આ તાલુકો બન્યો છે તો તેમાં કાયમી કર્મચારીઓની નિમણૂક કરવામાં આવતી હોય તો લોકોને ધક્કા ખાવાનો વારો નહીં આવે ને ફટાફટ કામ થાય તેમ છે પરંતુ આ તાલુકો બન્યો છે ત્યારથી ઘણા ખરા કર્મચારીઓ ચાર્જ પર જ છે જ્યારે સિંગવડ તાલુકામાં તાલુકા વિકાસ અધિકારી ને દાહોદ રેગ્યુલર માં હોય તેમને સીંગવડ નો ચાર્જ આપવામાં આવતા કોઈપણ કામ માટેની સહી કરાવવા માટે છેક દાહોદ સુધી અધિકારીઓને જવું પડતું હોય છે જ્યારે આંકડાકીય ખાતા ના અધિકારી સોચાલય અધિકારી બીજા ઘણા ખાતાના અધિકારીઓને પણ ચાર્જ મા સીંગવડ તાલુકો આપવામાં આવતાં તેમને પણ અમુક દિવસ નક્કી કર્યા હોય તે દિવસે આવવાનું હોય છે પરંતુ આના માં ઘણા અધિકારીઓ નક્કી કરેલા દિવસે નથી આવતા લોકોને તેમના કામો માટે આખો દિવસ બેસી ને ધક્કો ખાઈને પાછા ઘરે જવું પડતું હોય છે જ્યારે કયા અધિકારી એ કયા દિવસે આવવાના હોય તેની પણ ગામડાના લોકોને ખબર નહિ પડતા તથા તાલુકા પંચાયતમાં તેમનું સમયપત્રક નહિ લખતા લોકોને કામ માટે વારંવાર ધક્કા ખાવા પડતા હોય છે જો ખરેખર સીંગવડ તાલુકો નવો બન્યો હોય તો તેમાં કાયમી કર્મચારીઓની નિમણૂક કરવામાં આવે તો લોકોને ધક્કા નહીં ખાવા પડે જ્યારે લોકોનું કહેવું છે કે એના કરતાં તો લીમખેડા તાલુકો સારો હતો કે બધું જ કામ એક જગ્યાએ થઈ જતું હતું આ તો મરણ ની નોંધણી કરાવી હોય તો તેના માટે અહીંયા અરજી આપો અને બીજા બધા કામો માટે લીમખેડા સુધી જવું પડે જ્યારે આના માં ટ્રેજેડી ઓફિસના નહીં હોવાના કારણે રૂપિયા ભરવા માટે લીમખેડા સુધી લાંબા થવું પડતું હોય છે અને લીમખેડાની બીઓબી બેંક માં પૈસા ભરવા પડતા હોય છે જો આ બધું કામ સિંગવડ તાલુકા માં થાય તો લોકોને ખોટો ખર્ચો ના થાય સમય પણ બચે અને રૂપિયા પણ બચે તેમ છે માટે સિંગવડ તાલુકા માં ચાર્જ વાળા કર્મચારીઓ ટાઈમ પર આવે તો લોકોને ધક્કા નહીં ખાવા પડે એમ લોકોનું કહેવું છે જ્યારે પ્રધાનમંત્રી દાહોદ ની મુલાકાતે આવતા હોય તેના લીધે બધા જ સરકારી કર્મચારીઓ કામમાં લગાવી દેતાં લોકો ના કામો તો નથી થતા પરંતુ સરકારી કર્મચારીઓને પૂછતા તે પણ કહે છે કે પ્રધાનમંત્રી આવાસ ના હોય તેના કામમાં લાગી ગયા છે માટે અમે આવી શકે તેમ નથી જ્યારે સરકારી તંત્ર દ્વારા લોકોના કામો નહીં કરાતા લોકોને ધરમધક્કા ખાવા માટે મજબૂર થવું પડતું હોય છે