
કલ્પેશ શાહ :- સિંગવડ
સિંગવડ તાલુકા જામદરા પ્રાથમિક શાળા ખાતે ગણવેશ વિતરણ તથા ખેલ મહાકુંભમાં નંબર લાવવા બદલ સન્માન કરવામાં આવ્યું..
સીંગવડ તા.25
સિંગવડ તાલુકા ની જામદરા પ્રાથમિક શાળા ખાતે 24 3 22 ના રોજ જામદરા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા અને માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર બાળકોને મફત ગણવેશ સહાયનું વિતરણ અને ખેલ મહાકુંભમાં કલાત્મક મહોત્સવ દાહોદ જિલ્લામાં લોકનૃત્ય સ્પર્ધામાં નંબર મેળવેલ બાલિકાઓ નું સન્માન સમારોહ યોજવામાં આવ્યો જેમાં સીંગવડ તાલુકાના બી.આર.સી કૉ ઓર્ડીનેટર સી.આર.સી.કો-ઓર્ડીનેટર સિંગવડ તાલુકા ના બંને સંઘના પ્રમુખ ઓ દાંતા એસએમસી પ્રમુખ ગામના અગ્રણીઓ ઉપસ્થિત રહી આ બાળકો ને દાતા ભાવેશભાઈ દ્વારા મફત ગણવેશ અને ઉપસ્થિત મહેમાનો દ્વારા બાળકોનું 2700 રૂપિયા જેટલી રકમ શૈક્ષણિક સહાય તરીકે આપવામાં આવી સદર કાર્યક્રમમાં સમસ્ત મહેમાનોનું ફુલહાર અને શ્રીમદ્ ભગવત ગીતા ની પુસ્તિકા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.