કલ્પેશ શાહ :- સીંગવડ
સિંગવડ તાલુકાના મોટાભાગના ગામોમાં ભર ઉનાળે હેડપંપો બંધ રહેતા લોકોને પીવાના પાણીની પડતી હાલાકી
સાંસદના ગામના આસપાસના વિસ્તારની પ્રજા પાણી માટે વલખા મારવા મજબૂર
મોટાભાગના હેંડપંપ બંધ હાલતમાં હોવાથી લોકો તરસ્યા
પર્યટકોને સમારકામ કરવા માટે સ્થાનિક વહીવટી તંત્રની ઉદાસીનતા
સીંગવડ તા.26
સિંગવડ તાલુકાના મોટાભાગના ગામોમાં પાણી પુરવઠા તથા પંચાયતના હેડ પંપો બંધ હોવાથી લોકોને પીવાના પાણી તથા ઘરવપરાશના પાણી માટે વલખા મારવા નો વારો આવ્યો છે જ્યારે ઘણા ગામોમાં પાણી માટે લોકોને ઘણી દૂર દૂર જઈ પાણી ભરવા જવું પડતું હોય છે જ્યારે હેડ પંપ બગડી ગયેલો હોય તેના માટે વારંવાર રજૂઆતો કરવા છતાં હેડપંપઓ આજદિન સુધી સુધારવામાં નહીં આવતા લોકોને તકલીફનો સામનો કરવો પડતો હોય છે જ્યારે ગાંધીનગર કંટ્રોલરૂમ માં પણ હેડપંપ બગડી ગયો હોવાનું નોંધાવવા છતાં સુધારવામાં નહીં આવતા લોકોને પારાવાર પાણી વગર તકલીફ પડતી હોય છે જ્યારે ઘણા કુવાઓમાં પાણી પણ સુકાઈ ગયું હોવા છતાં હેડ પંપ પર નિર્ભર રહેવું પડતું હોય છે પરંતુ જો હેડ પંપ જ બંધ રહેતા હોય તો પછી લોકોને પાણી માટે વેખલા મારવા પડતા હોય છે જ્યારે પશુઓ માટે તો પાણી ક્યાંથી લાવું વિચારવા જેવી બાબત છે જ્યારે લોકો દ્વારા તાલુકા પંચાયત તથા પાણી પુરવઠામાં પણ વારંવાર રજૂઆત કરવા છતાં આજ દિન સુધી હેડપંપો સુધારવામાં નહીં આવતા લોકોને પાણી વગર ભર ઉનાળે વેખલા મારવાનો વારો આવ્યો છે જો સરકારી તંત્રમાં આવી પોલંપોલ ચાલતી હોય તો આ હેડપંપ માટે કોને રજૂઆત કરવી તે ચર્ચાનો વિષય બનવા પામ્યો છે જ્યારે આવી ઉનાળામાં જો હેડપંપ નહીં ચાલતા હોય તો પછી એના માટે શું કહેવું માટે આના લાગતા વળગતા અધિકારીઓ તથા નેતાઓ દ્વારા આ બંધ હેડપંપ ચાલુ કરવામાં આવે તો ગામડાની પ્રજાને પાણી માટે તરફડ વાનો વારો નહીં આવે અને ગામડાની પ્રજાને પાણીનો લાભ મળી રહે તેમ છે