Friday, 29/03/2024
Dark Mode

સિગવડથી પીપલોદ તરફ જતો માર્ગ બન્યો અકસ્માત ઝોન:સાંકડા માર્ગના લીધે માર્ગ અકસ્માતના બનાવોએ માઝા મૂકી..

January 8, 2022
        1375
સિગવડથી પીપલોદ તરફ જતો માર્ગ બન્યો અકસ્માત ઝોન:સાંકડા માર્ગના લીધે માર્ગ અકસ્માતના બનાવોએ માઝા મૂકી..

કલ્પેશ શાહ :- સિંગવડ.

સિંગવડથી પિપલૉદ જતા રસ્તા ઉપર ઉપરાછાપરી એકસીડન્ટ ના બનાવોથી વાહન ચાલકોમાં ભયનો માહોલ

સીંગવડ તા.08

સિગવડથી પીપલોદ જતા રસ્તા ઉપર ઉપરાછાપરી એક્સિડન્ટના બનાવ બનવા પામ્યો છે.ત્યારે સિંગવડ તાલુકાના કેસરપુર ગામે ગત રાત્રે ૯ વાગ્યાનાં અરસામાં પીપલોદ તરફથી એક રેતી ભરેલું ડમ્પર આવતું હતું.ત્યારે કેસરપુર ઘાટીમાં ડ્રાઈવરે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા રેતીનું ડમ્પર પલટી ખાઈ જતા રેતીના ડમ્પરને નુકસાન થવા પામ્યું હતું જ્યારે અંદર બેઠેલા ડ્રાઈવર-કંડકટરને નાની-મોટી ઇજા થવા પામી હતી જો આ રોડની સાઈડમાં રેલીંગ બનાવો માં આવેલી હોય તો એકસીડન્ટ થવાનો ભય ઓછો રહે જ્યારે આ જગ્યા છાશવારે એક્સિડન્ટનો થવાનો બનાવ થતો રહે છે રોડ સાંકડો હોવાના કારણે સામેથી આવતી ગાડીને સાઈડ આપતા રાત્રે ગાડીઓ સાઈડમાં નીચે ઉતારતા વાહ નો એક્સિડંટ થવાનો ભય રહે છે જ્યારે 7 અને 8 તારીખ માં બે એક્સિડન્ટનો થયા હતા જેમાં સિગવડ થિ પીપલોદ જતા સીંગવડ ના ડોક્ટર ને સવારના સાત વાગ્યે તોયણી ગામે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા ટાવેરા ગાડી પલટી ખાઈ જતા તેમાં બેઠેલા બે જણાને પણ વાગ્યું હતું જ્યારે તેમાં તેમનો આબાદ બચાવ થયો હતો જ્યારે આ પિપલોદ થી સિંગવડ તરફ જતા રસ્તાને પહોળો કરવામાં આવે તો આ એક્સિડન્ટ થવાનો ભય ઓછો રહે અને રસ્તા પર અવારનવાર એકસીડન્ટ થતા ક્યાંક અટકે તેમ છે જ્યારે રસ્તો નવો બનાવવામાં આવે તેવી વાહનચાલકોની માંગ છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!