
કલ્પેશ શાહ :- સિંગવડ
સિંગવડ તાલુકા ની તારમી વર્ગ પ્રાથમિક શાળા ખાતે ઓરડાના અભાવના લીધે બાળકોને ભણવા માટે બહાર મેદાન પર અને બાજુના ઘરના ઓટલા પર બેસીને ભણવું પડતું હોય છે સીંગવડ તાલુકાના તારમી વર્ગ પ્રાથમિક શાળામાં ૧ થી ૭ ધોરણ હોય તેમાં કુલ 219 વિદ્યાર્થી ભણવા માટે આવતા હોય છે જ્યારે આ 219 વિદ્યાર્થીઓને ભણવા માટે ખાલી 5 શિક્ષક છે અને 1 વર્ગખંડ છે જ્યારે આ વર્ગ પ્રાથમિક શાળામાં જવા માટે મુખ્ય રસ્તા થી શાળા જવામાટે લોકોના ઘરની અગાડી થઈને કાચા રસ્તા પર થઈ જવું પડતું હોય છે જ્યારે આ વર્ગ પ્રાથમિક શાળાએ જવા માટે પાકા રસ્તાની પણ સુવિધા નથી જ્યારે બીજા ઓરડા ન હોવાના લીધે વર્ગ પ્રાથમિક શાળાના મેદાનમાં તથા બાજુના મકાનના ઓટલા ઉપર બેસાડીને ભણવા માટે શિક્ષકોને મજબુર થવું પડતું હોય છે જ્યારે આ ઓરડાઓ માટે વારંવાર રજૂઆત કરવા છતાં આજદિન સુધી આ તારમી વર્ગ પ્રાથમિક શાળા માં ઓરડાઓની સુવિધા કરવામાં નહીં આવતા વિદ્યાર્થીઓને બહાર ઓટલા પર બેસીને ભણવા માટે મજબૂર થવું પડતું હોય છે જ્યારે આજરોજ તારમી ગામના એસએમસી અધ્યક્ષ બારીયા વરસીંગભાઇ મોતીભાઈ અને સામાજિક કાર્યકર હઠીલા રમસુ ભાઈ ગલાભાઈ એ 4 1 2020 ના રોજ વર્ગ પ્રાથમિક શાળા તારમી મુલાકાત લેવામાં આવી તથા શાળાના આચાર્ય પાસેથી માહિતી લેવામાં આવતાં તેમને આ શાળાના વર્ગ ઓછા હોવાની તથા વિદ્યાર્થીઓને લોકોના ઘરના ઓટલા પર તથા શાળાના મેદાનમાં બેસીને ભણવા માટે મજબૂર થવું પડતું હોય છે જ્યારે ગુજરાત સરકાર છોકરાઓને ભણાવવા માટે રૂપિયા ખર્ચે તો પછી આ તારમી વર્ગ પ્રાથમિક શાળા મા ઓરડાઓ આજદિન સુધી કેમ બનાવવામાં નહીં આવતા એક ચર્ચાનો વિષય બનવા પામ્યો છે જ્યારે તારમી વર્ગ પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા પણ રજૂઆતો કરવામાં આવ્યા છતાં આજદિન સુધી આ વર્ગ પ્રાથમિક શાળામાં ઓરડાઓ બનાવવામાં આવ્યા નથી જ્યારે સિંગવડ તાલુકા નું છેલ્લું ગામ તારમી હોય તે પણ હજુ આ વર્ગ પ્રાથમિક શાળાના ઓરડાઓ થી વંચિત હોય તેમ લાગી રહ્યું છે જ્યારે આ વર્ગ પ્રાથમિક શાળા ઘણી સુવિધાઓથી વંચિત જોવા મળી રહ્યું છે જ્યારે આના માટે લાગતા વળગતા અધિકારી તથા સ્થાનિક નેતાઓ દ્વારા ધ્યાનમાં લઈને આવ વર્ગ પ્રાથમિક શાળામાં ઓરડાઓ ની સુવિધાઓ કરવામાં આવે તો વિદ્યાર્થીઓને બેસવા માટે આજુ બાજુના મકાન ના ઓટલા ઉપર કે વર્ગ પ્રાથમિક શાળાના મેદાનમાં બેસવા માટે મજબૂર નહીં થવું પડે જ્યારે આના માટે તારમી ગામના લોકોની માંગ છે કે આ વર્ગ પ્રાથમિક શાળામાં બધી સુવિધાઓ આપવામાં આવે અને ઓરડાઓ બનાવવામાં આવે તેવી માંગ છે