કલ્પેશ શાહ :- સીંગવડ
સિંગવડમાં કલેકટરશ્રી તથા જિલ્લા પોલીસવડાની ચોમાસા પૂર્વતૈયારીઓની સમીક્ષા બેઠક યોજાઈ
સીંગવડ તા.18
સિંગવડ તાલુકામાં કલેકટરશ્રી વિજય ખરાડી તથા જિલ્લા પોલીસવડા હિતેશ જોયસર દ્વારા ચોમાસાઋતુની પૂર્વ તૈયારી માટેની સીંગવડ મામલતદાર ઓફીસ ખાતે આવી ઓફીસનું નિરીક્ષણ કર્યું હતું.ત્યારબાદ તાલુકા પંચાયત તથા મામલતદાર ઓફિસના કર્મચારીઓની એક સમીક્ષા બેઠક યોજી હતી.તેમાં બધા અધિકારીઓ દ્વારા ચોમાસા પૂર્વેની તૈયારી કેવી કરવામાં આવી હતી.તેની સમીક્ષા કરવામાં આવી હતી.ત્યાર પછી કલેકટરશ્રી દ્વારા ચોમાસા પૂર્વે તૈયારીઓનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આ રીતે કલેકટર શ્રી દ્વારા સીંગવડ મામલતદાર ઓફીસની મુલાકાત લીધી હતી.જિલ્લા પોલીસવડા હિતેશ જોયસર દ્વારા રણધીકપુર પોલીસની પણ મુલાકાત લેવામાં આવી હતી.તથા પોલીસ વડાએ રણધીકપુર પીએસઆઇ તથા પોલીસ સ્ટાફને આ ચોમાસા પૂર્વેની તૈયાર સમીક્ષા કરીને પોલીસ તંત્રને સાબદું રહેવા જણાવવામાં આવ્યું હતું.ત્યારબાદ જિલ્લા પોલીસ વડા દ્વારા રણધીકપુર પોલીસ મથકનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.જ્યારે ડીવાયએસપી ડોક્ટર કાનન દેસા. દ્વારા પણ આ ચોમાસાની પૂર્વ તૈયારીઓ માટે રણધીકપુર પીએસઆઇ પટેલ દ્વારા સ્ટાફને ધ્યાન રાખવા જણાવવા આવ્યું હતું.આમ કલેકટર દાહોદ તથા એસપી દાહોદ દ્વારા ચોમાસા ઋતુની પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી