
કલ્પેશ શાહ :- સિંગવડ
સિંગવડ તાલુકા ના સીંગવડ ગ્રામ પંચાયત ખાતે મેગા નિદાન કેમ્પ યોજાયો સીંગવડ ગ્રામ પંચાયત દ્વારા આઝાદીકા અમૃત મહોત્સવ ૭૫ ના અંતર્ગત ઉજવણીના ભાગરૂપે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને નિયામક આયુ શ્રી આયુષ્માન ની કચેરી ગાંધીનગર ના માર્ગદર્શન હેઠળ જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી ની કચેરી આયુર્વેદ શાખા દાહોદના ના માર્ગદર્શન હેઠળ સરકારી આયુર્વેદ દવાખાનું દાસા સરકારી આયુર્વેદિક દવાખાનું કાળિયારાય તથા સરકારી હોમિયોપેથીક દવાખાનું રણધીકપુર ના સંયુક્ત ઉપક્રમે આયોજિત આયુર્વેદિક તથા હોમિયોપેથીક મફત નિદાન સારવાર કેમ્પ આયોજિત કરવામાં આવ્યો તેમાં જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી સી આર બામણના માર્ગદર્શન હેઠળ આ કેમ્પમાં જુના હઠીલા રોગો જેવા કે કબજિયાત એસીડીટી સાંધાનો દુખાવો જુનો તાવ શરદી ખાસી ખસ દાદર ખરજવું સ્ત્રીઓના રોગો કમર દુખાવો માસિક માં તકલીફ વગેરે માટેની તપાસ કરીને દવાઓ વિના મૂલ્યે આપવામાં આવી આ કેમ્પમાં વેદ એ બી બારીયા વેદ એસ.કે બોખાણી તથા હોમિયોપેથીક ડોક્ટર ઉમેશ શાહ દ્વારા આવેલા દર્દીની તપાસ કરીને દવાઓ આપવામાં આવી આ કેમ્પ 9 થી 2 બે વાગ્યા સુધી ચાલ્યો તેમાં સિંગવડ ગામના તથા આજુબાજુના ઘણા દર્દીઓ એ તપાસ કરાવીને વિનામૂલ્યે દવાઓ લીધી હતી જ્યારે આ કેમ્પમાં કોરોના સામેની લડાઇ ની એક ઉત્તમ ગુણ કરનારું ઉકાળાનું પણ વિતરણ કરવામાં આવ્યું બધા લોકોએ ઉકાળો પણ લાભ લીધો હતો