કલ્પેશ શાહ :- સીંગવડ
સિંગવડ તાલુકાના શ્રી એસ.આર.ભાભોર આર્ટસ કોલેજ ખાતે કોવીડ વેક્સિનેશનનો કેમ્પ યોજાયો
સીંગવડ તા.24
સિંગવડ તાલુકા ના શ્રી એસ આર ભાભોર આર્ટસ કોલેજ અને દાસા પીએચસી સેન્ટર ના સંયુક્ત ઉપક્રમે 24 9 ના શુક્રવારના રોજ કોરોના ને હરાવવા માટે covid વેક્સિનેશન નો કાર્યક્રમ યોજાયો જેમાં એસ આર ભાભોર આર્ટસ કોલેજના 70 કરતાં પણ વધારે વિદ્યાર્થીઓ અને કોલેજના કર્મચારી દ્વારા રસીકરણ કરવામાં આવ્યું આ કાર્યક્રમને સફળ બનાવવા એન એચ એસ પ્રોગ્રામના કો-ઓર્ડીનેટર ડો મહેશ પટેલ ડો આર એમ રાઠવા ડો પારુલ પ્રધાન અને પ્રાધ્યાપક આર.એમ.પટેલ તેમજ આર્ટ્સ કોલેજના આચાર્ય ડો જી એન બારીયા વગેરે દ્વારા કોલેજના તમામ વિદ્યાર્થીઓ ને પ્રોત્સાહન આપી અને વિદ્યાર્થીનું ઉત્સાહ વધાર્યો અને આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો