Tuesday, 03/12/2024
Dark Mode

સીંગવડ તાલુકાના વાલાગોટા ગામે જીઈબીના કોન્ટ્રાક્ટરના ઘરેથી એલ્યુમિનિયમ વાયરોની ચોરી: પોલીસે ગણતરીના કલાકોમાં વાયર ચોરોને મુદ્દામાલ સાથે ઝડપી જેલ ભેગા કર્યા..

August 20, 2021
        1680
સીંગવડ તાલુકાના વાલાગોટા ગામે જીઈબીના કોન્ટ્રાક્ટરના ઘરેથી એલ્યુમિનિયમ વાયરોની ચોરી: પોલીસે ગણતરીના કલાકોમાં વાયર ચોરોને મુદ્દામાલ સાથે ઝડપી જેલ ભેગા કર્યા..

કલ્પેશ શાહ :- સિંગવડ. 

સીંગવડ તાલુકાના વાલાગોટા ગામે જીઈબીના કોન્ટ્રાક્ટરના ઘરેથી એલ્યુમિનિયમ વાયરોની ચોરી: પોલીસે ગણતરીના કલાકોમાં વાયર ચોરોને મુદ્દામાલ સાથે ઝડપી જેલ ભેગા કર્યા                                                 

 સીંગવડ તા.21

સીંગવડ તાલુકાના વાલાગોટા ગામ જીઇબી કોન્ટ્રાક્ટર નું કામ કરતાં વિક્રમભાઈ ચૌહાણ ના ઘરના આગળના ભાગમાં એલ્યુમિનિયમના વાયર ના ત્રણ  બંડલ પડ્યા હતા તેના રૂપિયા 28000 ની કિંમતના વાયર ના બંડલ તેમના ત્યાં રહેતા નટવરસિંહ પુનાભાઈ જાતે બારીયા રહેવાસી વાલાગોટા પાણીવેલા ફળિયાના હોય  વિક્રમ ભાઈ ચૌહાણ તથા તેમના ઘરના લોકો નહીં હોવાના લીધે તેમને ત્યાં રાત્રે સૂવા મૂકી ગયા હતા તેમને રાત્રે વાયર ના બંડલો દેખ્યા હતા પરંતુ સવારે છ વાગ્યાના અરસામાં બહાર નીકળીને દેખતા આ વાયર ના ત્રણ બંડલો નહીં દેખાતા તેમને તાત્કાલિક ત્યાં રહેતા તેમના જમાઈ ને જાણ કરતાં તેમને રણધીકપુર પોલીસ સ્ટેશનમાં 18.08ના રોજ 20 15 વાગ્યે  ફરિયાદ આપતા રણધિકપુર પોલીસે તપાસ હાથ ધરવામાં આવી હતી અને બીજા પોલીસ સ્ટેશનમાં પણ જાણ કરતાં ગોધરા એલસીબીએ તપાસ કરતા તેમને આ વાયર ભરેલી એક મારુતિ વાન દેખાતા તેમને આ વાયર ના બંડલો મળતાની સાથે ગાડી ઉભી રાખીને પૂછપરછ કરતા તે ચોરી ન હોવાનું બહાર આવતા તેને પકડી પાડવામાં આવ્યા હતા જ્યારે તેમાં ખુદરા ગામ નું એક વ્યક્તિ દ્વારા વાયર ચોરી કરીને ગોધરાના ભંગાર વેચાતું લેવા આવતો હોય ઘાંચી ને વેચી દેવામાં આવ્યું હતું જ્યારે બંનેને પકડીને રણધીકપુર પોલીસ ને જાણ કરીને તેમને સોંપી દેવામાં આવ્યા હતા તે પકડાઈ જતાં રણધીકપુર પોલીસ દ્વારા વાયર ના મુદ્દામાલ સાથે  ભંગારની ગાડી નંબર જીજે 01 એચએફ 4228 નંબરની મારુતિ વાન પણ પકડીને તેમના સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જ્યારે રણધીકપુર પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!