કલ્પેશ શાહ :- સિંગવડ.
સિંગવડ તાલુકાની જી.એલ.શેઠ હાઈસ્કૂલમાં એકલવ્યની પરીક્ષા યોજાઈ
સીંગવડ તા.14
#Paid pramotion
સિંગવડ તાલુકાની જી.એલ.શેઠ હાઈસ્કૂલમાં એકલવ્યની સ્કૂલ માટે વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાય હતી.
સિંગવડ તાલુકામાં વિદ્યાર્થીઓ પરીક્ષા માટે જી.એલ.શેઠ હાઈસ્કૂલમાં 9 બ્લોકમાં પરીક્ષાઓ આપી હતી.તેમાં સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ સોશિયલ ડિસ્ટન્સ તથા માસ્ક પહેરીને વિદ્યાર્થીઓને પરીક્ષાખંડમાં બેસવા દેવામાં
આવ્યા હતા. આ એકલવ્ય સ્કૂલની પરીક્ષા આદિવાસી છોકરાઓને ફી વગર ભણવા માટે અને સારા માર્ક્સ પરીક્ષામાં લાવે તો તેમનું એડમિશન થાય તેના માટે કેન્દ્ર સરકાર દ્વારા એકલવ્ય સ્કૂલની પરીક્ષા લેવામાં આવતી હોય છે.જેમાં સીંગવડ તાલુકાના જી.એલ.શેઠ હાઈસ્કૂલમાં 203 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.જેમાંથી આ પરીક્ષામાં છોકરાઓ પાસ થશે તેને એકલવ્ય સ્કુલમાં એડમિશન મળશે જ્યારે રંધીપુર પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જ્યારે આ એકલવ્ય ની પરીક્ષા માટે સુપરવિઝન નો સ્ટાફ બહારથી લાવવામાં આવ્યો હતો અને પરીક્ષા લેવામાં આવી હતી.