કલ્પેશ શાહ :- સીંગવડ
સિંગવડ તાલુકાના ગામડાઓમાં હેડ પંપ હજુ પણ બંધ હાલતમાં: પાણીની સમસ્યા માટે ઝઝુમતા ગ્રામવાસીઓ
પાણીની સમસ્યાને લઇ ઉચ્ચ કક્ષાએ રજૂઆત છતાં પરિણામ શૂન્ય: મૂંગા પશુઓ સહિત આસપાસના ગ્રામ્ય લોકો પાણી માટે રઝળપાટ કરવા મજબૂર બન્યા
દાહોદ શહેર સહિત જિલ્લામાં હાપેશ્વર તેમજ કડાણા જળાશયથી પાઇપલાઇન મારફતે પાણી પહોંચાડવાની મોટી મોટી ગુલબાંગો વચ્ચે સાંસદના હોમ તાલુકાના લોકો પીવાના પાણી માટે તરસ્યા..
સીંગવડ તા.13
સિંગવડ તાલુકા ના ગામડાઓમાં પાણીની સમસ્યા યથાવત હોવાથી ઘણા હેડ પંપ પાણી પુરવઠા ના હોય તેને વારંવાર કંટ્રોલ રૂમ ગાંધીનગર રજૂઆત કરવા છતાં આજદિન સુધી આ હેડ પંપો સુધારવામાં નહીં આવતા ગામડાની પ્રજાને પાણી માટે વલખા મારવાનો વારો આવ્યો જ્યારે ઘણા પાણી પુરવઠા હેડ પંપોને સુધારવા માટે પાઈપો બહાર કાઢીને મૂકી ગયા પછી તેને બે થી ત્રણ મહિના સુધી સુધારવામાં નહીં આવતા તે હેડપંપ ની પાઈપો અને તેના માથું હજુ સુધી તેવી હાલતમાં મૂકી રાખવામાં આવ્યો છે જ્યારે તે હેડ પંપ ને સુધારવામાં નથી આવતા લોકોને પાણી માટે વલખા મારવાનો વારો આવ્યો છે જ્યારે સિંગવડ તાલુકા માં વરસાદ પણ નહીં પડતાં હેડપંપ ચાલુ હોય તો લોકોને પાણી પીવા તથા ઢોર ઢાંખરને પાણી પીવડાવવા માટે મળી રહે તેમ છે પરંતુ હેડ પંપ જ બંધ હાલતમાં હોવાથી આ પીવાના પાણી તથા ઢોરઢાંખર માટે પાણી નહીં મળતા તેના માટે વારંવાર હેડ પંપ બંધ હોવાની રજૂઆતો ગાંધીનગર કંટ્રોલરૂમ કરવામાં આવ્યા છતાં બે બે મહિના થઇ ગયા હોવા છતાં આજદિન સુધી આ પાણી પુરવઠા હેડ પંપ સુધારવામાં નહીં આવ્યા જ્યારે સરકારી તંત્ર દ્વારા તપાસ કરવામાં આવે તો સિંગવડ તાલુકા ના ઘણા ગામોમાં પાણી પુરવઠા હેડ પંપ બંધ હાલતમાં છે જે હજુ સુધી જોવા મળી રહે તેમ છે જો હેડપંપ સુધારવા નો કોન્ટ્રાક્ટ આપવામાં આવી હોય તો પછી આ કોન્ટ્રાક્ટર દ્વારા હેડપંપ સુધારવા માં કેમ નથી આવતા તે ચર્ચાનો વિષય છે આના માટે લાગતા વળગતા અધિકારીઓ તથા સ્થાનિક નેતાઓ દ્વારા આ બંધ હાલતમાં પડેલા હેડપંપ સુધારવા માટે રજૂઆત કરવામાં આવે છે કે પછી લોકોને પીવાના પાણી માટે વલખા મારવા જ પડશે તે ચર્ચાનો વિષય બનવા પામ્યો છે.