
કલ્પેશ શાહ :- સીંગવડ
સિંગવડ તાલુકામાં યુરિયા ખાતર નહીં મળતા ખેડૂતોને મુસીબતનો સામનો કરવા મજબુર
ચોમાસાની ઋતુ ટાણે યુરિયા ખાતરની અછત ઉભી થતાં ખેડૂત વર્ગ રઝળ્યો
યુરિયા ખાતર માં નફો રળી લેવા માટે વેપારીઓ દ્વારા કૃત્રિમ અછત ઉભી કરાઈ હોવાની આશંકાઓ,
સંલગ્ન વિભાગના અધિકારીઓ ખેડૂતોના હિતોને ધ્યાનમાં લઈને ઘટતું કરવાની લોકમાંગ ઉઠવા પામી
સીંગવડ તા.12
સિંગવડ તાલુકામાં યુરિયા ખાતર નહીં મળતા ખેડૂતોને ખેતરમાં નાખવા માટે ફાફા મારવાનો વારો આવ્યો હતો.યુરિયા ખાતર બે ત્રણ દિવસથી સિંગવડ બજારમાં નહીં મળતા ખેતરમાં ખાતર નાખવા માટે ખાતર આવે તેની ખેડૂતો દ્વારા રાહ દેખાઈ રહી હતી.જ્યારે આ ચોમાસાની સિઝનમાં જ ખેડૂતોને ખાતર માટે ફાફા મારવા પડતા હોય છે. અને વરસાદ પણ પડતો નહિ હોવાથી ખેડૂતોને બે બાજુ મુસીબતમાં મુકાઈ ગયા હોય તેમ લાગી રહ્યું છે જ્યારે ખેડૂતોને ખાતર ન મળતા પડતા પર પાટુ જેવી પરિસ્થિતિ થઈ હોય તેમ લાગી રહ્યું છે જો ખરેખર સીંગવડ બજારમાં યુરિયા ખાતર નહી મળતા એક ચર્ચાનો વિષય બનવા પામ્યો છે આ યુરિયા ખાતર ખરેખર સિઝનમાં જ નથી ઉપરથી આવતું કે પછી જાણીજોઈને ખાતરની તંગી ઊભી કરવામાં આવે છે એક ચર્ચાનો વિષય બનવા પામ્યો છે ઉપલા અધિકારીઓ દ્વારા સિંગવડ તાલુકા માં યુરિયા ખાતરનો સ્ટોક ફાળવવામાં આવે તો સીંગવડ ના ખેડૂતોને આ યુરિયા ખાતર મળી રહે તેમ છે જ્યારે ખાતરના વેપારીઓને પૂછવામાં આવતા તેમને જણાવ્યું હતું કે યુરિયા ખાતરની સાથે ડીએપી ખાતર પણ જબરજસ્તી આપતા હોય તને ડીએપી નું વેચાણ નહિ હોવાથી વેપારીઓ દ્વારા યુરિયા ખાતર તેના લીધે નહીં મંગાવતા બજારમાં યુરિયા ખાતર નથી મળતું જ્યારે ટ્રાન્સપોર્ટેશન ખર્ચો પણ વધારે લગાવતા ખાતર ના વેપારીઓ એ ગાડીઓ મંગાવાની બંધ કરી હતી જ્યારે ખાતરના સરકારી અધિકારીઓ દ્વારા સીંગવડ બજારમાં યુરિયા ખાતર ની ફાળવણી થાય અને ખેડૂતોને ઓછા ભાવ મળી રહે તેવી ખેડૂતોની માંગ છે