કલ્પેશ શાહ :- સીંગવડ
સીંગવડ તાલુકાના તારમી તથા છાપરી ગામે પાંચ વર્ષથી લાઈટ કનેક્શન માટે અરજી કરવામાં આવી હતી પણ આજદિન સુધી લાઈટ કનેક્શનથી વંચિત
સીંગવડ તા.04
સિંગવડ તાલુકાની તારમી અને છાપરી ગામે લાઈટના કનેક્શન માટે પાંચ વર્ષ અગાઉ અરજી કરવામાં આવી હતી અને વીજ કંપની દ્વારા તેમને કનેક્શન માટે રૂપિયા ભરવામાં આવ્યા હતા પરંતુ એ લાઈટ કનેક્શન આજદિન સુધી નહીં મળતા તારમી કથા છાપરી ગામના લોકોને અંધારામાં રહેવાનો વારો આવ્યો છે જ્યારે સરકાર દ્વારા ગામડાની પ્રજાને 24 કલાક લાઈટ આપવા માટે તથા ખેતી માટે રાત ની જગ્યાએ દિવસ છે વીજળી આપવા નક્કી કરવામાં આવ્યું છે પરંતુ આતો ખેતી માટે તો ઠીક પરંતુ ઘરના વીજ વપરાશ માટે તારમી તથા છાપરી ગામના લોકોને અંધારામાં રહેવાનો વારો આવ્યો છે જ્યારે વીજ કંપની દ્વારા આ લાઈટ ગામના રહેતા ખેડૂતોના ઘરે વાપરવામાં નહીં મળતી હોય તો પછી બીજુ શું કહેવું જ્યારે આમ આદમી પાર્ટી ના દાહોદ જિલ્લા ના ઉપપ્રમુખ રમસુ ભાઈ હઠીલા દ્વારા આજે ધાર્મિકતા છાપરી ગામ ના વીજળીથી વંચિત રહેલા લોકોને વીજળી મળે તેના માટે તેમને વીજ કંપનીમાં રજૂઆત કરવામાં આવી હતી અને તેમના વીજળીનો લાભ મળી રહે તે માટે ઉપર સુધી રજૂઆત કરવામાં આવી હતી