સિંગવડમાં વાહક અને રોગો વિશે જનજાગૃતિ અંગે ભવાઈનો કાર્યક્રમ યોજાયો..
સિંગવડ નગરમા આરોગ્ય વિભાગ દ્વારા વાહકજન્ય રોગો વિશે ભવાઇના કાર્યક્રમ દ્વારા લોકોને જાગૃત કરવામાં આવ્યા હતાં . સીંગવડ તા. ૨૪
સિંગવડ તાલુકાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ઉદય ટીલાવત જિલ્લા આરોગ્ય અધિકારી ડો.અનિલ ડામોર તેમજ તાલુકા આરોગ્ય અધિકારી ડો. મુનિયા ના માર્ગદર્શન હેઠળ આજરોજ સિંગવડ બજાર ગુરુ ગોવિંદ ચોક ખાતે મલેરિયા ડેન્ગ્યુ ચિકનગુનિયા જેવા વાહક જન્ય રોગોના ફેલાવો તેમ જ અટકાયત પગલા વિશે ભવાઈના માધ્યમ દ્વારા જનજાગૃતિ કરવામાં આવી જેમાં ગામ લોકો શહેરીજનો હાજર રહ્યા હતા જ્યારે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દાસા ના સુપરવાઇઝર તેમજ mphw સ્ટાફ પણ હાજર રહ્યો હતો