
બાબુ સોલંકી :- સુખસર/શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા
છાલોર ગામે જિલ્લા ભાજપ પ્રમુખ ના અઘ્યક્ષ સ્થાને નારી ગૌરવ દિવસ ની ઉજવણી કરાઇ.
14 લાખ ના ખઁચે તૈયાર થયેલ બે આગણવાડીઓનું લોકાર્પણ.
સરકારના શુસાશનકાળના પાંચ વષઁ થતાં ઉજવણી કરાઇ
ફતેપુરા તા.04
ફતેપુરા તાલુકા ના છાલોર ગામે તાલુકા કક્ષાના નારી ગૌરવ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી ઉજવણીમા પશુપાલ શિબીરનુ પણ આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ આંગણવાડી લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો.
સરકાર ના શુસાશનકાળના પાંચ વષઁ થતાં ઉજવણી કરાઇ રહી છે.દાહોદ જીલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઇ આમલીયાર, ફતેપુરા તાલુકા પંચાયત ના પ્રમુખ રમીલાબેન પારગી,ઉપ પ્રમુખ પવઁતભાઇ તાવીયાડ, જીલ્લા પંચાયત સભ્ય પ્રતાપભાઇ પારગી, યુવા મોરચાના પ્રમુખ મોહિતભાઇ ડામોર,પશુપાલન વિભાગ ના ડૉકટર અને આઇ.સી.ડી.એસ વિભાગ ના અધિકારી ઓ કમઁચારીઓ સાથે કાયઁકમ માં આગણવાડી વકઁર બહેનો હાજર રહી હતી નારી ગૌરવ દિવસ નિમિત્તે મહિલા ઓ નું સન્માન કરી પશુપાલ ખેતીવિષે મહિલા ઓને પશુપાલ વિભાગ આઇ સી ડી એસ વિભાગ દ્વારા માહિતી પુરી પાડવામાં આવી હતી આગણવાડીઓ ના બાળકો ની સુવિધા માટે છાલોર ગામે નવિન 14 લાખ ના ખઁચે તૈયાર થયેલ બે આગણવાડીઓ ઓ ની લોકાર્પણ વિધી જીલ્લા પ્રમુખ શંકરભાઇ આમલીયારના હસ્તે કરવામાં આવી હતી આંગણવાડીના બાળકો ને સુખડી બાલભોગ નું વિતરણ આ પ્રસંગે કરી નારીગૌરવ દિવસ ની ઉજવણી કરાઇ હતી.