
સિંગવડ તાલુકાના પાતા પ્રાથમિક શાળા ખાતે ઉતરાણ પર્વની ઉજવણી કરાઇ ..
સીંગવડ તા. ૧૨
સિંગવડ તાલુકાના પાતા પ્રાથમિક શાળા ખાતે આજરોજ ઉતરાયણ પર્વ ની ઉજવણી કરવામાં આવી.જેમાં શાળા માં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ ને ગામ ના જ વતની એવા રાઠોડ વાલસીંગ ભાઇ તેમજ શાળા ના આ.શિક્ષક શ્રી માલ હુરસીંગભાઇ ગજાભાઇ તરફ થી પતંગો નું વિતરણ કરવામા આવ્યું હતું.શાળા ના આ.શિક્ષક શ્રી બંગડીવાલા મોહમ્મદ ઝકવાન અબ્દુલસત્તાર એ ઉતરાયણ પર્વનું મહત્વ સમજાવ્યુ હતું. અને સાથે પતંગ ચગાવતી વખતે શું કાળજી અને શુ સાવચેતી રાખવી જોઈએ તેની સમજણ પણ આપી હતી.આકાશમાં ઉડતા પક્ષીઓને નુકસાન ના થાય તેવા સમયે અને તેવી રીતે પતંગ ચગાવવી સહીત ની માહિતી આપી હતી.