કલ્પેશ શાહ :- સીંગવડ
રણધીકપુર પોલીસ સ્ટેશન ખાતે જિલ્લા પોલીસ વડા દ્વારા વાર્ષિક ઇન્સ્પેક્શન તથા લોક દરબાર યોજાયો..
સીંગવડ તા.01
રણધીપુર પોલીસ સ્ટેશન ખાતે લોક દરબાર યોજવામાં જેમાં દાહોદ જિલ્લા પોલીસવડા ડો. રાજદીપ સિંહ ઝાલા તથા લીમખેડા એ.એસ.પી બિશાખા બેન જૈન દ્વારા રણધીપુર પોલીસ સ્ટેશન ખાતે સાંજે 5:00 વાગે આવી પહોંચ્યા હતા ત્યાર પછી રણધીપુર પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ.એમ. એમ.માલી દ્વારા આવેલા અધિકારીઓનો ગાર્ડ ઓફ ઓનર આપી સાથે પોલીસ સ્ટાફ સાથે વેલકમ કરવામાં આવ્યું હતું. ત્યાર પછી પોલીસ સ્ટેશન ઇસ્પેક્શન કર્યા પછી લોક દરબાર યોજાયો જેમાં તાલુકાના પૂર્વ પ્રમુખ સી. કે. કિશોરી સિંગવડ ના પૂર્વ સરપંચ જીવણભાઈ વહુનીયા તથા સિંગવડ તાલુકાના સરપંચો ગામના વેપારીઓ તથા નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા ત્યાર પછી રણધીકપુર પોલીસ સ્ટેશન ને લગતા કોઈ સમસ્યા હોય તો જણાવવા કહ્યું હતું જ્યારે સિંગવડ ગામમાં કેમેરા નાખવા તથા રણધીપુર પોલીસ સ્ટાફને રહેવા માટે કોટર ની વ્યવસ્થા કરવા માટે જણાવ્યું હતું ત્યારે જિલ્લા પોલીસ વડા દ્વારા તે કામ પ્રોગ્રેસ મા છે તેમ જણાવવામાં આવ્યું હતું જ્યારે પોલીસ સ્ટાફ વધારવા માટે પણ રજૂઆત કરવામાં આવી હતી તેના માટે પણ જિલ્લા પોલીસ વડા દ્વારા સ્ટાફ વધારવા માટે ઉપર લખીને મોકલ્યું છે અને મહેકમ વધીને આવશે એટલે અહીંયા પણ મેહકમ વધારવામાં આવશે તેમ જણાયું હતું જ્યારે જિલ્લા પોલીસ વડા ડો. રાજદીપ સિંહ ઝાલા દ્વારા વ્યસન નહીં કરવા પર વધારે ભાર મૂકવામાં આવ્યો હતો વ્યસન નહીં કરવા જણાવ્યું હતું પછી ભેગા થયેલા લોકો પાસે અહીંયા ખેતીમાં શું થાય છે તેની જાણકારી લીધી હતી જ્યારે અહીંયા બધાને સારી રીતે અભ્યાસ કરવા તથા આરોગ્યને લગતી પણ સુવિધા મળે છે તેની માહિતી લીધી હતી અને તે અહીંયા બધાને સારી રીતે મળે છે તેની પણ જાણકારી લીધી હતી ત્યાર પછી લોકદરબાર પૂરો કરવામાં આવ્યો હતો જ્યારે લીમખેડા ના એ.એસ.પી બીશાખા બેન જૈન દ્વારા રણધીપુર પોલીસ સ્ટાફ હોમગાર્ડ જવાન જી.આર.ડી જવાન ને તેમને કોઈ પણ મુશ્કેલી હોય તો તે જણાવવા કહ્યું હતું ને પોલીસ ના ઉપરી કક્ષાના લેવલમાં કોઈ પણ કામ હોય તો તે પણ જણાવવા કહ્યું હતું.