કલ્પેશ શાહ :- સીંગવડ
સિંગવડ તાલુકાના મેથાણ ગામે મનરેગાના ભ્રષ્ટાચારની અરજીઓના નિકાલ પ્રશ્ને TDO ને આવેદનપત્ર
સીંગવડ તા.27
સિંગવડ તાલુકાનાં મેથાણ ગામે મનરેગા યોજનામાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયેલો હોય તેની આજદિન સુધી ન્યાય નહીં મળતા અને 6 9 2023 ના રોજ તાલુકા વિકાસ અધિકારી જિલ્લા વિકાસ અધિકારી તથા દાહોદ કલેકટરને લેખિતમાં અરજીઓ આપવામાં આવી પરંતુ આ અરજીને ધ્યાનમાં નહીં લઈને આજ દિન સુધી તેને તપાસ કરવામાં નહીં આવતા તથા સર્વે નંબરમાં મનરેગા યોજનામાં કામો સ્થળ પર થયેલ નથી અને નીચે જણાવેલ તમામ કામો કાગળ પર બતાવી મટીરીયલ નહિ હોવા છતાં જુદી જુદી ચાર એજન્સીઓ જોડેથી ખોટા બિલો મૂકીને મટીરીયલ ના પૈસા આ ચાર એજન્સીઓ પાસેથી લેવામાં આવ્યા જેમાં અર્પિત ટ્રેડર્સ બાંડીબાર હરદેવ એજન્સી સ્વર્ણિમ એજન્સી તથા માં ભમરેચી એજન્સી દ્વારા બારોબાર નાના ઉપાડી લીધા હોય અને આ નાના લાભાર્થીઓને આજ દિન સુધી આપેલ નથી. આ બાબતની તપાસ માટે અરજદારો દ્વારા તાલુકા કક્ષાએ જિલ્લા કલેકટરને લેખિતમાં અરજીઓ આપી જાણ કરવામાં આવી પરંતુ તેની તપાસ આજ સુધી કરવામાં આવી નથી જેથી અમને લાગે છે કે આ કામમાં કર્મચારીઓ તથા એજન્સી દ્વારા ભ્રષ્ટાચાર કરેલ છે અને જો આ અરજીની સત્તાવાર તપાસ ન કરવામાં આવે તો આવનાર બે ત્રણ દિવસમાં આ અરજદારો દ્વારા કોર્ટનો સહારો લેવામાં આવશે અને તમામને કડકમાં કડક શિક્ષા થાય તેમ દંડનીય કાર્યવાહી થાય તેવા પગલાં ભરવા આવશે તેમ જણાવ્યું હતું .