કલ્પેશ શાહ :- સિંગવડ
સિંગવડ તાલુકાના મલેકપુર ચોકડીથી મડેર ઘાટા પર થઈને હાંડી અગારા સંજેલી જવાના ડામર રોડ પર પથ્થરો રસ્તા વચ્ચે આવતાં વાહનચાલકો માટે માર્ગ જોખમી બન્યું..
સિંગવડ તા ૨૪
સિંગવડ તાલુકાના મલેકપુર ચોકડીથી મડેર ઘાટા પર થઈને હાંડી અગારા સંજેલી જવાના ડામર રોડ પર પથ્થરો રસ્તાની વચ્ચે આવી જતા રસ્તા પરના વાહન વ્યવહારને તકલીફ પડતી હોય છે.જ્યારે રસ્તા ઉપર કોઈ પણ મોટા વાહન ટેમ્પો ટ્રક કે બસ આવે તો આ મોટા વાહનો નીકળી શકતા નથી.અને તેમને ત્યાંથી પાછો ફરવાનો વારો આવતો હોય છે.જ્યારે મંડેર ઘાટા પર ઘણા સમયથી પથ્થરો પડી રહેતા હોવા છતાં રસ્તાના અધિકારીઓ દ્વારા રસ્તા ઉપર પડેલા પથ્થરોનો હટાવવા માટે કોઈ પણ પ્રકારનું ધ્યાન રાખવામાં આવતુ નથી. જ્યારે વધારે પડતો વરસાદ પડી જાય તો સિંગવડની કબૂતરી નદીના પુલ પર પાણી આવી જતા આ રસ્તો બંધ થઈ જતો હોય છે.જ્યારે આ મંડેર હાંડી અગારા પાતા નાની સંજેલી વગેરે ગામો વાળા ને જવા માટે આ મંડેર ઘાટા વાળો રસ્તો ઉપયોગી થતો હોય છે.પરંતુ જો આ રસ્તા પર જ મોટા મોટા પથ્થરો પડી રહેતા હોય તો પછી વાહન ચાલકો કેવી રીતના નીકળે અને એમને ત્યાર પછી સંજેલી થઈને પાછું આવવાનો વારો આવે તેમ છે .માટે આ મંડેર ઘાટા ના લાગતા વળગતા અધિકારીઓ દ્વારા આ મંડેર ઘાટા ના અડચણરૂપ પથ્થરો હટાવવામાં આવે તેવી વાહનચાલકોની માંગ છે.