કલ્પેશ શાહ :- સિંગવડ
સિંગવડ તાલુકા આદિવાસી સમાજ દ્વારા મણિપુરની ઘટનાને લઈને સિંગવડ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું..
સિંગવડ તા.૨૪
સિંગવડ તાલુકાના આદિવાસી સમાજના કાર્યકર્તાઓ દ્વારા મણીપુર રાજ્યની બનેલી ઘટના ના વિરોધમાં સિંગવડ મામલતદાર ઓફિસ ખાતે ભેગા થયા હતા તેમાં આમ આદમી પાર્ટીના સિંગવડ તાલુકાના પ્રમુખ પ્રવીણભાઈ ડામોર તથા આદિવાસી સમાજના કાર્યકર્તાઓ તથા બહેનો સૌ ભેગા મળીને સિંગવડ મામલતદારને એક વાગ્યે બહેનો દ્વારાઆવેદનપત્ર આપવામાં આવ્યું અને તેમાં જે પણ કસૂરવાર છે તેમના સામે કડકમાં કડક કાર્યવાહી કરી તેમને સજા કરવામાં આવે અને જે આ ઘટના બની છે તે બહુ દુખ દાય છે અને તેનામાં જેટલા પણ કસૂરવાર છે તેમને સામે કડક કાર્યવાહી કરી તેમને જેલ ભેગા કરવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.