
કલ્પેશ શાહ :- સિંગવડ
પિપલોદ-સિંગવડ વચ્ચે તોયણી ગામે કોલીયારી નદીના પુલ પાસે મસમોટો ખાડો પડી જતા અકસ્માત થવાનો ભય….
સિંગવડ તા.૦૩
પીપલોદ થી સિંગવડ આવતા તોયણી ગામે કોરીયારી નદીના પુલ પાસે મસ મોટો ખાડો ઘણા ટાઈમ થી પડી ગયો હોય તે ખાડાને આજ દિન સુધી પુરવામાં નહીં આવતા આ નાળા ના ખાડા પાસે કોઈ મોટું અકસ્માત થવાની ભીતી સર્જાઈ રહી છે જ્યારે આ ખાડા માટે વારંવાર લખવા છતા રોડ ખાતાના અધિકારીઓના પેટના પાણી હાલતા નહી હોય તેમ લાગી રહ્યું છે કે પછી કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ તેની રાહ દેખીને બેસી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે જ્યારે આ પુલ પર સામસામે વાહનો આવી જતા આ ખાડા ને જો કોઈ વાહન ચાલકને ધ્યાન નહીં રહેતા એ વાહન આ ખાડામાં પડીને નીચે 10 થી 20 ફુટ ઊંડા ખાડામાં પડીને મોટો અકસ્માત સર્જાય તેમ લાગી રહ્યું છે જ્યારે આ પુલની પાસે નો ખાડો કોઈપણ વાહનચાલકને દેખાતો નહીં હોવાના લીધે ખાડામાં ગમે ત્યારે પણ વાહન પડીને અકસ્માત નોતરે તેમ લાગી રહ્યું છે જ્યારે પુલ ની સાઈડમાં પણ ઝાડી જાખરા ઉગી જતા સામેથી આવતી ગાડીઓની નહીં દેખાતા ખાડો જોખમિ સાબિત થઈ શકે તેમ છે જ્યારે રસ્તા ઉપર થી વાહનોની અવરજવર પણ વધારે હોવાથી અકસ્માત થઈ શકે તેમ છે જ્યારે ચોમાસામાં પાણી પડતા આ ખાડો દેખાઈ શકે તેમ નથી માટે આ રસ્તાના લાગતા વળગતા અધિકારીઓ દ્વારા ખાડાને ધ્યાને લઈને તૈયારીમાં પૂરવામાં આવે તેવી વાહન ચાલકોની માંગ છે.