કલ્પેશ શાહ :- સીંગવડ
સિંગવડ તાલુકા કક્ષાનો નવમો યોગ દિવસ જી.એલ.શેઠ હાઇસ્કુલના મેદાનમાં યોજવામાં આવ્યો…
સીંગવડ તા.21
સિંગવડ તાલુકાનું વહીવટીતંત્ર દ્વારા તાલુકા કક્ષાનો નવમો યોગ દિવસ જી એલ શેઠ હાઈસ્કૂલના મેદાનમાં યોજવામાં આવ્યો જેમાં મામલતદાર તથા સ્ટાફ સિંગવડ તાલુકા વિકાસ અધિકારી તથા સ્ટાફ ગુજરાત યોગ બોર્ડના યોગ ટ્રેલર નંદાબેન રણધીપુર પોલીસ સ્ટેશન પીએસઆઇ તથા સ્ટાફ જિલ્લા પંચાયત આયુર્વેદિક અધિકારી માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ તથા સરકારી હોમિયોપેથીક દવાખાનુ રણધીપુર બીએડ કોલેજ પ્રાથમિક શાળા સ્ટાફ ગ્રામજનો તથા વિદ્યાર્થીઓ દ્વારા આ 21 જૂનના રોજ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી જ્યારે ગુજરાત યોગ બોર્ડના યોગ ટ્રેલર નંદનાબેન દ્વારા બધાને યોગ દિવસે યોગ કરવામાં આવ્યા તથા યોગ વિશે માહિતગાર કરવામાં આવ્યા 21 જૂન દિવસ મોટો હોવાને લીધે આ દિવસને યોગ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું જ્યારે યોગ કરવાથી શરીરમાં તંદુરસ્તી રહેતી હોય છે યોગ એ જીવન માટે બહુ ઉપયોગી છે યોગ કરવાથી શરીરને એનર્જી મળી રહેતી હોય છે અને રોગોનો નાશ થતા હોય છે માટે યોગ રોજ કરવા જોઈએ તેમ યોગ દિવસમાં જણાવવામાં આવ્યું હતું.