Wednesday, 04/12/2024
Dark Mode

રણધીપુર પોલીસ સ્ટેશન ખાતે ડીવાયએસપી ની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની મીટીંગ યોજાઈ..

March 20, 2023
        2137
રણધીપુર પોલીસ સ્ટેશન ખાતે ડીવાયએસપી ની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની મીટીંગ યોજાઈ..

કલ્પેશ શાહ, સિંગવડ 

 

રણધીપુર પોલીસ સ્ટેશન ખાતે ડીવાયએસપી ની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની મીટીંગ યોજાઈ..

રણધીપુર પોલીસ સ્ટેશન ખાતે ડીવાયએસપી ની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની મીટીંગ યોજાઈ..

રણધીકપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં 7 3 23 ના રોજ મંડેર ગામે છકડા અને મોટરસાયકલ વચ્ચે એક્સિડન્ટ નો બનાવ બનેલ જેમાં મોટરસાયકલ ચાલકનું મૃત્યુ પામેલ અને અકસ્માત બાબતે એકસીડન્ટ નો ગુનો નોંધી તેમજ મોટરસાયકલ ચાલક હિન્દુ હોય અને છકડાચાલક મુસલમના જેથી ફરિયાદી પક્ષ તથા આરોપી પક્ષ વચ્ચે સિંગવડ ગામમાં અફવા ના કારણે માણસોના ટોળા ભેગા થતા મારા મારી તથા તંગદીલી ભરેલ માહોલ બનેલ જે બાદ તાત્કાલિક સ્થાનિક પોલીસ બનાવ સ્થળ ઉપર પહોંચી કાર્યવાહી કરી મામલો થાળે પાડવામાં આવ્યો જે બાદ મારામારીના બનાવ બાબતે 8 3 2023 ના રણધીપુર પોલીસ સ્ટેશનમાં રાયોટીંગ તથા એટ્રોસિટીનો ગુનો દાખલ કરવામાં આવ્યો જેથી બંને બનાવોના કારણે અન્ય કોઈ પ્રત્યાઘાત ના પડે અને કોમી એકતા જળવાય રહે તે માટે સ્થાનિક પીએસઆઇ એમએમ માળી દ્વારા ગામમાં મહોલ્લામાં મીટીંગો કરવામાં આવી તથા નાયબ પોલીસ અધિક્ષક ડી.આર પટેલ ઝાલોદ વિભાગના ઓ રંધીપુર પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની મીટીંગ ગામના આગેવાનો સાથે કરી અને 19.3.2019 ના રોજ પોલીસ સ્ટેશનમાં સદર બનાવવા બાબતે ગામ માં શાંતિ જળવાઈ રહે તેના માટે નાયબ પોલીસ અધિક્ષક સી.સી. ખટાણા લીમખેડા વિભાગની અધ્યક્ષતામાં રંધીપુર પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની મીટીંગ યોજવામાં આવી જેમાં મુસ્લિમ સમાજના ગોધરાના આગેવાન મોલવી મુસ્તિક ઈકબાલ હાજી ઈસાક મોમની ઈદરી દરગાહી અસલમભાઈ કુલેશ રફીક તિજોરીવાલા રહેવાસી ગોધરા તથા સ્થાનિક ગામના આગેવાન ફારુક અયુબ ઘાંચી ગનીભાઈ મજીદભાઈ ઘાંચી અનવર મહંમદ કાલુ મહંમદ ઈબ્રાહીમ સામદ સત્તાર ઈસ્માઈલ ઘાંચી દાઉદ મજીદ ઘાંચી તથા હિન્દુ સમાજના સ્થાનિક આગેવાન સિંગવડના ડેપ્યુટી સરપંચ પંકજ કનુભાઈ પ્રજાપતિ દેવચંદભાઈ પ્રજાપતિ પંકજભાઈ શાહ હરીશભાઈ શાહ શંકરભાઈ કોયાભાઈ જીતેનભાઈ જૈન ધવલ વહુનીયા કનુભાઈ ભગવાનભાઈ પ્રજાપતિ પવનભાઈ તથા આજુબાજુ ગામડાના સરપંચો ગ્રામજનો આ શાંતિ સમિતિની મિટિંગમાં હાજર રહેલ જેમાં ડીવાયએસપી ખટાણા દ્વારા ગામમાં શાંતિ જળવાઈ રહે અને તમામ કોમના લોકો એકબીજા સાથે હળી મળીને રહે તે સારું સમજાવવામાં આવેલ અને બંને કોમના આગેવાનો દ્વારા પણ પોતાની કોમના લોકોને પણ શાંતિ થી હળી મળીને રહેવા જણાવવામાં આવ્યું જ્યારે પોલીસ દ્વારા પણ કોઈ પણ પ્રકારની મદદ માટે સીધો પોલીસ નો સંપર્ક કરવા જણાવ્યું અને મિટિંગમાં હાજર તમામ લોકો દ્વારા ગામમાં હળી મળીને રહીશું અને શાંતિ જાળવી શું જેવી ખાતરી આપવામાં આવી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!