કલ્પેશ શાહ :- સીંગવડ
સિંગવડ તાલુકા પંચાયત ઓફિસની શાખાઓમાં કર્મચારીઓ ઓછો હોવાના લીધે અરજદારોના કામોમાં વિલંબ થતા હોવાની બૂમો
સીંગવડ તા.15
સિંગવડ તાલુકા પંચાયત ઓફિસ 2017 થી અમલમાં આવી છે ત્યારથી આજ દિન સુધી તાલુકા પંચાયત ઓફિસની શાખાઓમા કર્મચારી સંખ્યા ઓછી હોવાના લીધે તાલુકા પંચાયત નો વહીવટ કર્મચારીઓ વગર ફટાફટ નહીં થતા અરજદારોને ધક્કા ખાવાનો વારો આવે છે જ્યારે તાલુકા પંચાયતના દરેક શાખાનું મહેકમ હોવા છતાં કર્મચારીની ભરતી નહીં કરવામાં આવતા આ તાલુકા પંચાયતની ઓફિસોના કામો ફટાફટ થતા નથી જ્યારે તાલુકા પંચાયત આવવાના લીધે આ બધા જ કામો અહીંયા થી થતા હોય છે પરંતુ કર્મચારીઓ ની સંખ્યા ઓછી હોવાના લીધે તાલુકામાં કામ અર્થે આવતા અરજદારોને કામો નહીં થતાં ધક્કા ખાવા પડતા હોય છે જ્યારે તાલુકા પંચાયતની સામાન્ય સભામાં પણ ઠરાવ કરીને કર્મચારીઓનું મહેકમ વધારવા જિલ્લા કક્ષાએ મોકલી આપવામાં આવ્યો છે પરંતુ જિલ્લામાંથી આજ દિન સુધી કર્મચારીઓને મહેકમ નહી વધતા આ સિંગવડ તાલુકા પંચાયતને ઓછા કર્મચારીઓમાં કામ ચલાવવું પડતું હોય છે જ્યારે શિક્ષણ ખાતામાં તો કર્મચારી નહીં હોવાના લીધે શિક્ષક કોને પોતાના કામો કરવા તાલુકા પંચાયત માં આવીને જાતે કરવા પડતા હોય છે જેના લીધે શિક્ષકો વિદ્યાર્થીને ભણાવવાનું મૂકીને તેમના કામ માટે તાલુકામાં આવી જાતે કામ કરીને જવું પડતું હોય છે માટે જિલ્લાના અધિકારી તથા સ્થાનિક નેતાઓ દ્વારા તાલુકા પંચાયતમાં કર્મચારીઓનું મહેકમ વધારવામાં આવે અને ભરતી કરવામાં આવે તેવી માંગ છે.