Friday, 06/12/2024
Dark Mode

સિંગવડ ગામ પંચાયતમાં યોજાયેલી ગ્રામસભામાં કેટલાક મુદ્દાઓ સાથે ગ્રામજનો દ્વારા ધારદાર રજૂઆત કરાઈ..

January 20, 2023
        1025
સિંગવડ ગામ પંચાયતમાં યોજાયેલી ગ્રામસભામાં કેટલાક મુદ્દાઓ સાથે ગ્રામજનો દ્વારા ધારદાર રજૂઆત કરાઈ..

કલ્પેશ શાહ :- સિંગવડ

સિંગવડ ગામ પંચાયતમાં યોજાયેલી ગ્રામસભામાં કેટલાક મુદ્દાઓ સાથે ગ્રામજનો દ્વારા ધારદાર રજૂઆત કરવામાં આવી..

દાહોદ તા.20                                        

સિંગવડ ગામની ગ્રામસભા 20/1/2023 ના રોજ સવારે 10:30 વાગ્યે સિંગવડ પંચાયત ખાતે ભરાઈ હતી જેમાં તાલુકામાંથી આવતા અધિકારી ગ્રામસભા પૂરી થઈ ત્યાં સુધી આવ્યા નહોતા અને સાથે સાથે જીઇબી બેંક ટેલીફોન સિંચાઈ નળ સે જળ વન ખાતા પોલીસ ખાતા પોસ્ટ ખાતા વગેરે ખાતા ના અધિકારીઓ પણ આ ગ્રામસભામાં જોવા મળ્યા નહોતા જેના લીધે ગ્રામ જનો દ્વારા તેમના સામે અસંતોષ વ્યક્ત કર્યો હતો આ ગ્રામસભા માં સરકારી અધિકારીઓ નહીં આવવાથી કોને રજૂઆત કરવી તેમ જણાવવામાં આવ્યું હતું ગ્રામસભા માં સરપંચ લખી બેન વહુનીયા ડેપ્યુટી સરપંચ પંકજભાઈ પ્રજાપતિ તથા પંચાયતના સભ્યો અને તલાટી કમ મંત્રી અને આંગણવાડી વર્કરો આરોગ્ય ખાતાના અધિકારીઓ કૃષિ ખાતા ના અધિકારી ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા જ્યારે આ ગ્રામ પંચાયતની ગ્રામસભા શરૂ થતા ની સાથે સિંગવડ તલાટી દ્વારા 22/23 ના વર્ષના 15 માં નાણા પંચ ના કામો કરવામાં આવવાના હોય તેનું આયોજન કરવા માટે શરૂઆત કરવામાં આવી હતી ત્યારે ગામના નાગરિકો દ્વારા ગ્રામસભામાં નીચવાસ બજારમાં અંબે માતાના મંદિર ની બહાર જતા ગંદા પાણીના નિકાલ દૂર કરવા માટે ગટર લાઈન બનાવવા માટેની ધારદાર રજૂઆત કરવામાં આવી હતી જ્યારે આ ગંદા પાણી માટે પંચાયતમાં ગ્રામસભામાં વારંવાર રજૂઆત કરવામાં આવે છે છતાં આજ દિન સુધી આ ગટર યોજના બનવા પામી નહોતી જ્યારે થોડા વર્ષ પહેલાં રાત્રિ સભા યોજાય હતી જેમાં કલેક્ટર ખરાડી સાંસદ જશવંત સિંહ ભાભોર વગેરે આવ્યા હતા તે વખતે ઉપરવાસ થી નીચવાગ બજાર કરણભાઈ વણઝારા ની ગલી સુધી ગટર લાઈન પહોંચાડવા માટે ચાર લાખ રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવી હતી તે ગ્રાન્ટ ની યોજના ખાલી કાગળ પર બોલાઈ ગઈ હોય તેમ ચર્ચાનો વિષય બનવા પામ્યો હતો જ્યારે આ ગટર લાઈન આજ દિન સુધી બનવા પામી નહોતી અને તે ન બનતા ગંદુ પાણી ફરી અંબે માતાના ચોક સુધી એકઠું થતું હતું જ્યારે પંચાયત દ્વારા જે ભાડા ની દુકાન નો આપવામાં આવી હતી તે દુકાનોમાં પંચાયત દ્વારા 1500 રૂપિયા ભાડા નક્કી કરવામાં આવ્યા હતા તે ની જગ્યાએ દુકાનો લેવાવાળા બીજા ભાડું વાતોને 4000 થી 5000 હજાર રૂપિયા દરે આ દુકાનો ભાડે આપવામાં આવી હતી અને આ દુકાનોમાંથી ઘણી દુકાનો તો બરોબર વેચાઈ ગયો તેમ ચર્ચા નો વિષય બનવા પામ્યો હતો જ્યારે દુકાનો ખરેખર ધંધા કરવા વાળાને આપવાની હતી ત્યારે ભાડે ફેરવવા વાળા હોય છે પણ તે પણ ભાડાના રૂપિયા પંચાયતને નહીં આપવામાં આવતા પંચાયત દ્વારા ટૂંક સમયમાં નોટિસો આપવામાં આવશે તેમ જાહેર કરવામાં આવ્યું હતું જ્યારે ગ્રામ સભામાં જાહેર શૌચાલય માટે રજૂઆત કરવામાં આવી હતી બજારમાં જ્યાં ત્રણ ચોકડીઓ પડે ત્યાં પંચાયત દ્વારા જંપ નાખવામાં આવે જ્યારે ગામ ગામમાં કચરો નાખવા માટે ઉકેડો બનાવવા માટે જ્યારે ગામમાં કાચરાની સાફ-સફાઈ નહિ થતી હોય તેની પણ રજૂઆત કરવામાં આવી હતી જ્યારે ગામમાં નળનું પાણી આવતું હોય તેના કુવા પર જાળી નાખવા જેનાથી કૂવામાં કોઈ કચરો નહીં નાખી શકે અને આ નળ કનેક્શનના જ્યાં દેખો ત્યાં પાઈપો ફાટી જતા પાણી નીકળતું હોય તેને પણ બંધ કરવા માટે ની રજૂઆત કરવામાં આવી હતી જ્યારે જે પ્રધાનમંત્રી આવાસના લાભાર્થીઓ ને આજ દિન સુધી આવાસ નો લાભ નથી મળ્યો તેવાને આપવામાં આવે તેની પણ રજૂઆત કરવામાં આવી હતી જ્યારે પંચાયતમાં નિચવાસ મણીનગરની મહિલાઓ દ્વારા આ ગટરનું ગંદુ પાણી આવતું હોય તેના માટે પંચાયતમાં આવીને હોબાળો મચાવ્યો હતો અને આ ગંદા પાણીનો નિકાલ કરવા ધારદાર રજૂઆત કરવામાં આવી હતી જ્યારે ગ્રામસભામાં ડેપ્યુટી સરપંચને બદલવા માટેની રજૂઆત માજી સરપંચ જીવણભાઈ વહુનીયા દવા કરવામાં આવી હતી જ્યારે ગ્રામજનો દ્વારા પીવાના પાણી માટે પણ રજૂઆત કરવામાં આવી હતી પણ તલાટીને સરપંચ દ્વારા વેરો લોકો નહીં આપતા હોવાના લીધે અમે આ કરી શકાતી તેમ જણાવવામાં આવ્યું હતું. ત્યાર પછી આ ગ્રામસભા વિખેરાઈ હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!