
કલ્પેશ શાહ :-સિંગવડ
ગાયત્રી પરિવાર દ્વારા સિંગવડ તાલુકાની પ્રાથમિક શાળામાં કાર્યક્રમ યોજવામાં આવ્યો..
સીંગવડ તા.19
સિંગવડ તાલુકાના ગાયત્રી પરિવારના સદસ્યો તથા ગાયત્રી પરિવાર મહા વિશ્વવિદ્યાલય દેવ સંસ્કૃતિ શાંતિકુંજ હરિદ્વાર ના ત્રણ વિદ્યાર્થીઓ દ્વારા દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકા ની રણધીપુર પ્રાથમિક શાળા અને પીપળીયા પ્રાથમિક શાળામાં કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં બાળકોની વ્યસન મુક્તિથી દૂર રહેવા મોબાઇલ નો સદુપયોગ કરવા કુસંગતોથી દૂર રહેવું વડીલો નો આદર કેળવવા સાથે સાથે યોગ કરાવીને જીવન જીવવાની કળા શીખવામાં આવ્યું હતું. જેમાં પ્રાથમિક શાળાના શિક્ષકો સહિત સિંગવડ તાલુકા ગાયત્રી પરિવારના સભ્યો મગનભાઈ રાવળ તથા બાબુભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા