કલ્પેશ શાહ, સિંગવડ
સીંગવડ તાલુકાના મંડેર ઘાટીથી સુરપુર થઈને પીછોડાને જોડતો ડામર રોડ બનાવવા સુરપુર ગ્રામજનોની માંગ…
મંડેર ઘાટી થી સુરપુર થઈને પીછોડાને જોડતો ડામર રોડ 15 વર્ષ પહેલા બનાવવામાં આવ્યો હતો જ્યારે આ ડામર રસ્તા પરથી વાહન વ્યવહાર અવરજવર ચાલતો હોય અને આ રસ્તો પિછોડા થઈ સંજેલી સિંગવડ તાલુકામાં આવતા અરજદારોનો ઉપયોગી બને તેમ છે જ્યારે આ રસ્તાને આજ દિન સુધી નવો ડામર રસ્તો બનાવવામાં આવ્યો નથી આ રસ્તો બનાવવા માટે સુરપુર તથા મંડેર ના લોકો દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં આ રસ્તો આજ દિન સુધી બનવા પામ્યો નથી જ્યારે સરકાર દ્વારા પણ ડામર રસ્તા બનાવવા માટે ગ્રાન્ટો આપવામાં આવે છે પરંતુ આ ડામર રસ્તો નહીં બનાવવા પાછળ કોઈ મોટું રહસ્ય લાગી રહ્યું છે કે પછી સરકારી તંત્ર નિષ્કાળજી દાખવી રહી હોય તેમ લાગી રહ્યું છે કે પછી આ રોડ ખાલી કાગળ પર બોલાવીને બની ગયા હોય તેમ લોકોમાં ચર્ચાનો વિષય બનવા પામ્યા છે જ્યારે આ રસ્તા માટે પણ સ્થાનિક નેતાઓને વારંવાર રજૂઆત કરવા છતાં આ ડામર રસ્તો બનાવવા માટે કોઈ રસ દાખવતો નથી તેમ લોકોમાં ચર્ચા થઈ રહી છે શું આ ડામર રસ્તો બનશે ખરી કે પછી આ ડામર રસ્તા માટે હજુ હાથ તાળી અપાશે તે લોકોમાં ચર્ચા છે