કલ્પેશ શાહ :- સીંગવડ
સિંગવડ તાલુકા કક્ષાનું વિજ્ઞાન ગણિત અને પર્યાવરણ પ્રદર્શનની નરસિંહ ભગત આશ્રમ શાળા ખાતે યોજાઈ..
સીંગવડ તા.23
સિંગવડ તાલુકા કક્ષાનું વિજ્ઞાન ગણિત અને પર્યાવરણ પ્રદર્શન 23 12 2022 ના રોજ યજમાન નરસિંહ ભગત આશ્રમ શાળા ખાતે જી.સી.ઈ.આર.ટી ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દાહોદના માર્ગદર્શન તાલુકા શિક્ષણ સમિતિ સિગવડ અને બીઆરસી ભવન સિંગવડ દ્વારા આયોજિત તાલુકા કક્ષાનો વિજ્ઞાન ગણિત અને પર્યાવરણ પ્રદર્શન યોજવામાં આવ્યો જેમાં મુખ્ય મહેમાન અને ઉદઘાટક તરીકે લીમખેડાના ધારાસભ્ય શૈલેશભાઈ ભાભોર અને લાયઝન અધિકારી સરદારભાઈ ડામોર તેમજ જિલ્લા પંચાયત સભ્ય તાલુકા પંચાયત સભ્યશ્રીઓ સંગઠન
હોદ્દેદારો તેમજ શિક્ષક સંઘના પ્રમુખ મંત્રી તેમજ હોદ્દેદારો પગાર કેન્દ્રના આચાર્યશ્રીઓ શાળાના આચાર્યશ્રીઓ શિક્ષકો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહી બાળ વૈજ્ઞાનિકો અને માર્ગદર્શક શિક્ષકોને શુભેચ્છા પાઠવી હતી આ કાર્યક્રમમાં તાલુકાની કુલ 52 કુર્તીઓ રજૂ કરવામાં આવી હતી જેમાં કુલ 104 બાળ વૈજ્ઞાનિકોએ કૃતિઓનું પ્રદર્શન કર્યું જેમાંથી તાલુકા કક્ષાએ પ્રથમ દ્વિતીય અને તૃતીય કક્ષામાં આવેલા બાલ વૈજ્ઞાનિકોને પ્રમાણપત્ર તેમજ ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા જ્યારે પ્રથમ ક્રમમાં કે આવેલા પાંચ કુર્તીઓના બાળ વૈજ્ઞાનિકો જિલ્લા કક્ષાના પ્રદર્શનમાં ભાગ લેશે આ કાર્યક્રમનું સમગ્ર આયોજન તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી કનુભાઈ એમ ભરવાડ અને બીઆરસી કોઓર્ડીનેટર શામજીભાઈ કામોળ દ્વારા કરવામાં આવ્યું જ્યારે કાર્યક્રમ નું સંચાલન સીઆરસી અમરસિંહભાઈ વણકર અને કાંતિલાલ સેલોત દ્વારા કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ તાલુકા પ્રાથમિક શૈક્ષણિક દ્વારા યોજવામાં આવ્યો હતો.