Tuesday, 10/12/2024
Dark Mode

સંતરામપુર ખાતે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સત્કાર સહ શૈક્ષણિક સંવાદ સેતુ કાર્યક્રમ યોજાયો..

December 23, 2022
        651
સંતરામપુર ખાતે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સત્કાર સહ શૈક્ષણિક સંવાદ સેતુ કાર્યક્રમ યોજાયો..

 ઇલ્યાસ શેખ :- સંતરામપુર 

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સંતરામપુર ખાતે સત્કાર સહ શૈક્ષણિક સંવાદ સેતુ કાર્યક્રમ યોજાયો..

સ્વચ્છતા અભિયાન અંતર્ગત જિલ્લાની દરેક સ્કૂલોને સ્વચ્છ રાખી સ્વચ્છ ભારત બનાવીએ -કેબિનેટ મંત્રી ડો.કુબેરભાઈ ડીંડોર

નવતર પ્રયોગના ભાગરૂપે કલમ હાર- ફૂલસ્કેપ બુકથી શિક્ષણમંત્રીનું સ્વાગત 

ડબલ એન્જિન સરકારમાં ડબલ એન્જિન શિક્ષણમંત્રી બન્યા તે સૌના આશીર્વાદથી શકય બન્યું તેમ જણાવતા પ્રો. ડો. કુબેરભાઈ ડીંડોર 

સંતરામપુર ખાતે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સત્કાર સહ શૈક્ષણિક સંવાદ સેતુ કાર્યક્રમ યોજાયો..

સંતરામપુર તા.23

મહીસાગર જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા આયોજિત સત્કાર સહ શૈક્ષણિક સંવાદ સેતુ કાર્યક્રમ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સંતરામપુર ખાતે પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ તથા આદિજાતિ વિકાસ કેબિનેટ મંત્રી ડો.કુબેરભાઈ ડીંડોરની ઉપસ્થિતમાં યોજાયો હતો.

સંતરામપુર ખાતે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સત્કાર સહ શૈક્ષણિક સંવાદ સેતુ કાર્યક્રમ યોજાયો..

આ પ્રસંગે કેબિનેટ મંત્રી ડો.કુબેરભાઈ ડીંડોરે ઉપસ્થિત લોકોનું અભિવાદન ઝીલીને જણાવ્યું હતું કે, જન્મ મા-બાપને આભારી હોઈ છે અને વ્યક્તિનું જીવન ગુરુજનને આભારી છે. જે દરેક શિક્ષકે મારુ ઘડતર કર્યું છે તે દરેક શિક્ષકોને હું આજે પણ યાદ કરું છું. શિક્ષક કર્મોથી બ્રાહ્મણ હોઈ છે.

વધુમાં મંત્રીએ જણાવ્યું હતું કે, પોતે પણ શિક્ષણ ક્ષેત્રમાંથી આવતાં હોવાનો ઉલ્લેખ કરી ડબલ એન્જિન સરકારમાં ડબલ એન્જિન શિક્ષણમંત્રી બન્યા તે સૌના આશીર્વાદથી શકય બન્યું છે ત્યારે બધા સાથે મળીને વિવિધ નવા પ્રોજેકટ, પ્રવુત્તિ , ઉપલબ્ધિ અને ટેકનોલોજી સાથે નવી ઓળખ ઉભી કરી શિક્ષણ શ્રેત્રે આમૂલ પરિવર્તન લાવીશું અને સ્વચ્છતા અભિયાન અંતર્ગત જિલ્લાની દરેક શાળાઓ સ્વચ્છ રાખી સ્વચ્છ ભારત બનાવીએ તેવી ઉપસ્થિત શિક્ષકો અને બાળકોને અપીલ કરી હતી. 

પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ તથા આદિજાતિ વિકાસ કેબિનેટ મંત્રી ડો.કુબેરભાઈ ડીંડોરનું સ્વાગત પ્રતીક સ્વરૂપે ભગવતગીતા અને ફુલસ્કેપ ચોપડાથી કરવામાં આવ્યું હતું. અને મંત્રીને કલમ હારથી સ્વાગત કર્યું હતું. 

આ પ્રસંગે શાળાની બાળાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું. અને મંત્રી દ્વારા પ્રોત્સાહિત ઇનામ પણ આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે સ્વાગત પ્રવચન પ્રાચાર્ય, ડાયટ સંતરામપુર ડો.કે.ટી.પોરાણીયા દ્વારા કરવામાં આવ્યું હતું અને આભારવિધિ જિલ્લા શિક્ષણાધિકારી પી.એન.મોદી દ્વારા કરવામાં આવી હતી.

આ પ્રસંગે સંતરામપુર પ્રાંત અધિકારી કૌશિક જાદવ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અવનીબા મોરી, શિક્ષણ સમિતિના ચેરમેન બાબુભાઇ પટેલ, રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘ મહામંત્રી સતિષભાઈ પટેલ, શરદભાઈ પંડયા સહિત આચાર્યઓ, શિક્ષકો અને શાળાના બાળકો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!