કલ્પેશ શાહ સિંગવડ
સમેદ શિખરના વિરોધમાં સીંગવડમાં જૈન સમાજ દ્વારા ધંધા રોજગાર બંધ રાખી મામલતદારને આવેદન પાઠવ્યું
સિંગવડ તાલુકાના સીંગવડ ગામના જૈન સમાજ દ્વારા પોતાના ધંધા રોજગાર બંધ રાખીને સિંગવડ મામલતદારને આવેદન પત્ર આપી વિરોધ નોંધવામાં આવ્યો ..
સિંગવડ તાલુકા જૈન સમાજ દ્વારા ઝારખંડ ની સરકાર દ્વારા તેમના તીર્થ સ્થાન સંમેદ શિખર ને પર્યટન સ્થળ તરીકે જાહેર કરાતા આખા ભારતના જૈન સમાજ દ્વારા તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે આજરોજ 21 12 2022 ના રોજ જૈન સમાજ સિંગવડ દ્વારા ધંધા રોજગાર બંધ કરીને વિરોધ નોંધાવ્યો હતો જ્યારે સિંગવડ શ્રી સંઘ જૈન સમાજ દ્વારા સિંગવડ મામલતદારને આવેદન પત્ર આપીને તેમને આ તીર્થ સ્થાનને પર્યટન સ્થળ તરીકે નહીં પરંતુ તીર્થ સ્થાન તરીકે બનાવવા રજૂઆત કરવામાં આવી હતી અને આવેદનપત્ર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુધી પહોંચાડવા રજૂઆત કરવામાં આવી હતી
.