કલ્પેશ શાહ, સિંગવડ
સીંગવડમાં તાલુકાના તાલુકા કક્ષાનું સ્વાગત કાર્યક્રમ યોજાયો
જ્યારે ગુજરાત સરકાર દ્વારા નવી સરકાર બનતા ની સાથે આખા ગુજરાતમાં સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો જેમાં સિંગવડ તાલુકામાં તારીખ 21 12 2022 ના રોજ તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો જેમાં જિલ્લા પ્રાયોજન વહીવટ અધિકારી સિંગવડ મામલતદાર તથા તાલુકા વિકાસ અધિકારી સિંગવડ વગેરે ઉપસ્થિત રહ્યા હતા જ્યારે આ સ્વાગત કાર્યક્રમમાં 11 જેટલી અરજીઓ આવી હતી તેમાં 10 જેટલી અરજીઓનો નિકાલ કરી દેવામાં આવ્યો હતો જ્યારે સિંગવડ ગામમાં રમેશભાઈ સેલોત દ્વારા તે અપંગ હોય અને તેમની પત્ની 20 વર્ષથી મૃત્યુ પામેલી હોય તેના નામે પણ કામો થયેલા હોય અને તેના રૂપિયા ઉપડી ગયા હોય તેની અરજી કરવામાં આવી હતી તેનો આજરોજ કસો નિકાલ નહીં થતાં તેમને આવતા સ્વાગત કાર્યક્રમમાં આ અરજીનો નિકાલ કરવા માટે સરકારી તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું જેમાં આ એક અરજી પેન્ડિંગ રાખવામાં આવી હતી