કલ્પેશ શાહ :- સીંગવડ
સીંગવડ તાલુકાના સીંગવડ ગામમાં covid-19 રસીકરણ જાગૃતિ રેલી નું આયોજન કરવામાં આવ્યું
સીંગવડ તા.14
સીંગવડ તાલુકાના સીંગવડ ગામમાં કોવિડ-19 રસીકરણ માટે તથા લોકોને રસીકરણ વેક્સિન લગાવવા માટે સિંગવડ તાલુકા પંચાયત વહીવટી તંત્ર સિંગવડ મામલતદાર વહીવટીતંત્ર તથા આરોગ્ય વિભાગ વહીવટી તંત્ર રણધીકપુર પોલીસ વહીવટી તંત્ર તથા નર્સિંગ કોલેજના વિદ્યાર્થીનીઓ ના સંકલનથી આજરોજ ગામમાં ફરીને લોકોને કોવીડ વેક્સિન મુકવા માટે જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી મકવાણા ઈન્ચાર્જ મામલતદાર ગઢવી આરોગ્ય વિભાગ ટી.એચ.ઓ મછાર સી.એચ.ઓ.એમ અનિલ પારગી ડો. સેનિક મેડમ પીએસસી છાપરવડ ડોક્ટર પ્રીતેશ પટેલ પીએસસી દાસા ડોક્ટર નિલેશ સેલોત રંધીપુર પીએસઆઇ પટેલ તથા સીંગવડ નર્સિંગ કોલેજની વિદ્યાર્થિનીઓ દ્વારા આ કોવીડ 19 ની રસીકરણ જાગૃતિ રેલી ના ભાગરૂપે નર્સિંગ કોલેજની વિદ્યાર્થિનીઓ દ્વારા પત્રિકા વિતરણ કરી તથા આરોગ્ય વિભાગ દ્વારા માઇક દ્વારા પ્રચાર કરીને લોકોને વેક્સિન લેવા માટે જાગૃત કરવામાં આવ્યા હતા તથા આ કોરોનાની વેક્સિન લેવાથી એકદમ કોરોનાની અસર નહીં થાય તેમ જણાવવામાં આવ્યું હતું આના માટે બધા સરકારી તંત્ર દ્વારા એક થઈ કોરોના સામે સરકાર દ્વારા રસીકરણ વેક્સિન લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.