
કલ્પેશ શાહ :- સિંગવડ
સિંગવડ તાલુકાના પતંગડી ગામે પ્રાથમિક આરોગ કેન્દ્રનું ખાત મુહર્ત તથા નવીન બસ સુવિધા ઉભી કરાઈ…
સીંગવડ તા.22
સિંગવડ તાલુકાના પતંગડી ગામે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું નવું સબ સ્ટેશન બનાવવા માટે એક કરોડને ત્રણ લાખ રૂપિયાના ખર્ચે ખાતમુરત કરવામાં આવ્યું જેમાં દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોર લીમખેડા ધારાસભ્ય શૈલેષભાઈ ભાભોર
જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારી જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલા આરોગ્ય સમિતિ ચેરમેન અશ્વિનભાઈ એસ મકવાણા તાલુકા પંચાયત પ્રમુખ કાંતાબેન ડામોર તાલુકા વિકાસ અધિકારી એસ એસ બારીયા પતંગડી તાલુકા પંચાયત સભ્ય જશોદાબેન પતંગડી સરપંચ સામાજિક કાર્યકર દિનેશભાઈ તથા આજુબાજુના ગામડાના સરપંચો તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા
હતા જ્યારે પતંગડી નવાગામ માં આઝાદી પછી પહેલી વખત બસની સુવિધા ઉભી કરવામાં આવી હતી જે બસ નવાગામ પતંગડી થઈને પીપલોદ જવા માટે તેને લીલી ઝંડી સાંસદ જશવંતસિંહ ભાભોર ધારાસભ્ય શૈલેશ ભાભોર જિલ્લા પંચાયત પ્રમુખ તાલુકા પંચાયત પ્રમુખ વગેરે દ્વારા આપવામાં આવી હતી જ્યારે બસ ચાલુ થવાથી ત્યાથી અપડાઉન કરતા વિદ્યાર્થીઓને ઉપયોગી થશે તથા પિપલોદ માટે આવવા જવા માટે મુસાફરોને પણ ઉપયોગ થશે જ્યારે આ વિદ્યાર્થીઓને ભણવા માટે આવવા જવા ફ્રીપાસની સુવિધા તાલુકા પંચાયત સદસ્ય તરફથી કરવામાં આવી હતી ત્યાર પછી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના મકાન બનાવવા માટેનું ખાતમુરત કરવા માટે આવેલા મહેમાનોનું ફૂલહાર થી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ એક કરોડને ત્રણ લાખના ખર્ચે બનનાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સબ સ્ટેશન નો ખાતમુહૂર્ત સાંસદ જશવંતસિંહ ભાભોર શૈલેષભાઈ ભાભોર જિલ્લા પંચાયત પ્રમુખ તાલુકા પંચાયત પ્રમુખ તથા આવેલા અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યું હતું