કલ્પેશ શાહ :- સિંગવડ.
સિંગવડ તાલુકાના કરમાદી ખાતે કડાણા બલ્ક પાઇપ લાઇનના પાણી પુરવઠા યોજનાનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું..
લીમખેડા તાલુકાના 43 સિંગવડ તાલુકાના 18 અને ઝાલોદ તાલુકાના 3 ગામ મળી કુલ 64 ગામોને કડાના બલ્ક પાઇપલાઇન ના આધારિત 101.89 કરોડના લીમખેડા જૂથ પાણી પુરવઠા યોજના નું ભૂમિ પૂજન કરવામાં આવ્યું..
સીંગવડ તા.26
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના 43 સિંગવડ તાલુકાના 18 અને ઝાલોદ તાલુકાના 3 ગામ મળી કુલ 64 ગામોને કડાના બલ્ક પાઇપલાઇન ના આધારિત 101.89 કરોડના લીમખેડા જૂથ પાણી પુરવઠા યોજના નું ભૂમિ પૂજન કરમાદી ગામે કરવામાં આવ્યું જેમાં દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોર લીમખેડા ધારાસભ્ય શૈલેષભાઈ ભાભોર દાહોદ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ સરતનભાઇ ચૌહાણ સિંગવડ તાલુકા પંચાયત પ્રમુખ કાંતાબેન ડામોર જિલ્લા પંચાયત સભ્યો તાલુકા પંચાયત સભ્યો ગ્રુપ ગ્રામ પંચાયત અનુપુરા સરપંચ દિનેશભાઈ હઠીલા પાણી પુરવઠા અધિકારી સરપંચો તલાટી કમ
મંત્રીઓ કાર્યકરો તથા ખૂબ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા જ્યારે સાંસદ જશવંતસિંહ ભાભોર અને શૈલેષભાઈ ભાભોર આવી પહોંચતા ઢોલ નગારા થી સ્વાગત કરવામાં આવ્યું ત્યાર પછી પ્રાથમિક શાળા ની ભુલકાઓ દ્વારા તેમનું કુમકુમ તિલક કરી ફૂલો ઉડાડી સ્વાગત કરવામાં આવ્યું. ત્યાર પછી ભૂમિ પૂજન સ્થળ પર પહોંચી બ્રાહ્મણ દ્વારા શાસ્ત્રોક વિધિથી ભૂમિ પૂજન કરવામાં આવ્યું ત્યારે સાંસદ ધારાસભ્ય તથા જિલ્લા પંચાયત સભ્યો દ્વારા ભૂમિ પૂજન ની જગ્યામાં ઈટો મૂકીને નારિયેળ વધેરી ને ભૂમિ પૂજન કર્યા બાદ ત્યાંથી સભા મંચ પર પહોંચી દીપ પ્રગટાવી કાર્યક્રમ ખુલ્લો મુકવામાં આવ્યો જ્યારે સાંસદ જશવંતસિંહ ભાભોર નું સ્વાગત પાણી પુરવઠા અધિકારી દ્વારા સાલ ઓડાડી બુકે આપી કરવામાં આવ્યું ત્યાર પછી ગ્રુપ ગ્રામ પંચાયત અનુપુરાના સરપંચ દિનેશભાઈ હઠીલા દ્વારા સાંસદ જશવંતસિંહ ભાભોર ને કોટી પાઘડી અને ભોરિયું પહેરાવી તીર કામઠું આપી સ્વાગત કરવામાં આવ્યું જ્યારે બીજા અનુભવો દ્વારા પણ સાંસદનું સાલ ઉલાડી અને બુકે આપી સ્વાગત કરવામાં આવ્યું ત્યાર પછી લીમખેડા ના ધારાસભ્ય શૈલેશભાઈ ભાભોર ને પણ કોટી પાઘડી ભોરીયુ સાલ અને બુકે આપી સ્વાગત કરવામાં આવ્યું જ્યારે સાંસદ દ્વારા આ પાણી પુરવઠા યોજનાથી સિંગવડ લીમખેડા અને ઝાલોદ એમ ત્રણ તાલુકાના 64 ગામોના લોકોને પીવાના પાણીની સુવિધા મળી રહેશે જ્યારે સાંસદ દ્વારા કેન્દ્રની મોદી સરકાર તથા ગુજરાતની ભૂપેન્દ્રભાઈ ની સરકાર દ્વારા આપણને આ કરોડો રૂપિયાના કામો મળ્યા તો તેમનો આભાર વ્યક્ત કર્યો હતો જ્યારે નરેન્દ્રભાઈ મોદીને કેન્દ્રની સરકાર દ્વારા દાહોદ જિલ્લા માટે કરોડો રૂપિયાની યોજના આપવામાં આવી રહી છે જ્યારે આ કડાણા બલ્બ પાર્લર ની યોજના મારફતે ગ્રામ્ય વિસ્તારો માટે માથાદીઠ 100 l દિવસનું અને રુબન વિસ્તારમાં 140 લિટર દિન લેખે આપવામાં આવશે જ્યારે આ યોજના ૧૩ મહિનામાં પૂરી કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું સાથે સાથે બે મહિનામાં સિંગવડની મામલતદાર ઓફિસ ના મકાનનું પણ ભૂમિ પૂજન થશે તેમ જણાવવામાં આવ્યું હતું જ્યારે સાંસદ દ્વારા પણ આ પ્રસંગે લોકોનો પણ આભાર માન્યો હતો જ્યારે આ પ્રોગ્રામમાં રણધીપુર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જ્યારે આવેલા નાગરિકોને ભોજનની પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી