ઈલિયાસ શેખ :- સંતરામપુર
સંતરામપુર તાલુકાના હાડાના સરસણ ગામે બની કરુણાંતિકા :તળાવમાં ન્હાવા પડેલા ચાર બાળકો પૈકી બે બાળકોના ડૂબી જવાથી મોત
સંતરામપુર તા.17
સંતરામપુર તાલુકાના હાડાના સરસણ ગામે મળતી માહિતી મુજબ એક સાથે ચાર બાળકો ગામના તળાવમાં નાહવા માટે ગયા હતા. ચાર જણા નહાવા પડેલા હતા.પરંતુ જેમાંથી બે બાળકો બહાર ના આવતા બંને બાળકો તેમના પરિવારને ઘરે જઈને કહેવા લાગ્યા કે પ્રિન્સ અને કિશન તળાવમાંથી નીકળતા નથી. તેમના પરિવારજનો અને ગ્રામજનો ગામનો તળાવ પાસે પહોંચી આવેલા હતા. અને તેની શોધખોળ કરવામાં આવેલી હતી તે સમય દરમિયાન ની અંદર થોડી જ વારમાં બાળકોએનો જીવન દીપ બુજાઈ ગયો હતો.આ ઘટના બનતા જ સ્થાનિક સરપંચે મામલતદાર તાલુકા વિકાસ અધિકારીને જાણ કરતા તંત્ર ઘટના સ્થળે દોડી આવેલું હતું અને બાળકોને પંચ કેસ કરવામાં આવેલો હતો બંને બાળકોને 108 મારફતે કોટેજ હોસ્પિટલમાં લુણાવાડા ખાતે પીએમ કરવા મોકલી આપેલા હતા.પ્રિન્સ કુમાર પ્રવીણભાઈ રાવલ બાર વર્ષ કિશન કુમાર ભરતભાઈ રાવલ ઉંમર 12 વર્ષ જ્યારે પ્રવીણભાઈ પોતાના એકને પુત્રનો જીવ ગુમાવ્યો હતો.આવી કરણ ઘટના બનતા ગામજનોમાં ભારે શોક જોવા મળ્યો હતો આ ઘટનાની સંતરામપુર પોલીસ તપાસ હાથ ધરી હતી .