Friday, 29/03/2024
Dark Mode

દાહોદમાં ધોળાદિવસે પાર્કિંગમાં મુકેલી બાઈકની ઉઠાંતરી કરતી વાહનચોર ટોળકી:સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ..

July 16, 2022
        508
દાહોદમાં ધોળાદિવસે પાર્કિંગમાં મુકેલી બાઈકની ઉઠાંતરી કરતી વાહનચોર ટોળકી:સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ..

 જયેશ ગારી :- જેસાવાડા

દાહોદમાં ધોળાદિવસે પાર્કિંગમાં મુકેલી બાઈકની ઉઠાંતરી કરતી વાહનચોર ટોળકી:સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ..

દાહોદ શહેરના તો લગ્ન બજારમાં આવેલી લેબમાં કામ કરતા કર્મચારીની બાઇકની ધોળા દિવસે ચોરાઈ…

દાહોદ તા.16

 ધોળા દિવસે બજારમાંથી બાઇકની ઉઠાંતરી કરતાના લાઇવ વિડિયો...

દાહોદ શહેરમાં સતત ટ્રાફીક થી ધમધમતા માર્ગ પર વાહન ચોર ટોળકીએ ધોળે દિવસે મોટર સાઇકલની ઉઠાણતરી કરી પોલીસને પડકાર ફેંક્યો છે જોકે આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી છે ત્યારે પોલીસ ચોકીની તંદન નજીક વાહન ચોર ટોળકીએ ધોળે દિવસે બિન્દાસ્ત પણે મોટર સાઇકલની ઉઠાણતરી કરી લઈ જતા સ્થાનિક પોલીસ તેમજ ડી સ્ટાફની કામગીરી સામે પ્રશનાથ ઉભા થવા પામ્યા છે

દાહોદ તાલુકાના ચંદવાના ગામના કિરીટ ભાઈ સાળિયા ભાઈ ગારી જેઓ દાહોદ શહેરના દોલતગંજ બજારમાં આવેલા તાપસ લેબમાં કામ કરતા હોઈ તેવું પોતાની માલિકીની GJ20 AC 7513 નંબરની હોન્ડા સાઈન મોટર સાઈઝલ લઈ નોકરી અર્થે આવ્યા હતા અને પોતાની બાઈક લેબોલેટરી ના પાર્કિંગમાં ઉભી કરી હતી જે બાદ ચોરીના મક્કમ ઈરાદા સાથે આવેલા વાહન ચોરોએ બૈકનો લોક તોડી બાઈકની ઉઠાણતરી કરી લઈ ગયા હતા જોકે આ બાઈક ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી છે આ બનાવ સંદર્ભે કિરીટભાઈ સળિયા ભાઈ ગારીએ દાહોદ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!