ઇલ્યાસ શેખ, સંતરામપુર
સંતરામપુર નગરપાલિકા નું કારસ્તાન: ભૂગર્ભ ગટરનું ચેમ્બર શોધવા રોડ તોડી નાખ્યો.
સંતરામપુર તા.13
સંતરામપુર નગરપાલિકાના ભૂગર્ભ ગટરના ચેમ્બર શોધવા માટે રોડ તોડી નાખ્યો છે.નિયમ મુજબ ચોમાસામાં ડામર રસ્તાનું કામગીરી થતી નથી તેમ છતાં નગરપાલિકા રોડ ખોદીને સ્થાનિક નાગરિકોને મુશ્કેલીને મૂક્યા હવે નગરપાલિકા બનાવવાનું તો નહીં પરંતુ રોડ તોડીને નાગરિકોને હેરાન કર્યા નગરપાલિકાની પોતાની મનમાની ચલાવીને તેમ છતાં હજુ સુધી નગરપાલિકાએ રસ્તાની કોઈ કામગીરી કરવા તૈયાર નથી આખો ઉનાળો નગરપાલિકા ઊંઘી રહી જ્યારે પ્રિમોન્સૂન ચોમાસું શરૂ થતા આડેધડ ચેમ્બરો શોધવા અંદાજો લગાવીને વિસ્તારનો રસ્તો અને રોડ ખોદી નાખ્યો આજ વિસ્તારમાં રાજ્ય કક્ષાના મંત્રી અને જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ આવા રસ્તા પરથી પસાર થઈને જાય છે તેમ છતાં કોઈને જોવાતું નથી પરંતુ રાહદારીઓ વાહન ચાલકો ગંભીર પરિસ્થિતિમાં મુશ્કેલી વેઠી રહ્યા છે આવા ભંગાર રસ્તાઓ ત્રાહિહામ પુકારે ઊઠ્યા છે નગરપાલિકા કઈ રીતે કામગીરી કરે છે એ કોઈને ખબર પડતી નથી નગરપાલિકાની બેદરકારી જોવાઈ રહી છે સંતરામપુરના નાગરિકો મુશ્કેલી રહેલા છે તેની જવાબદાર નગરપાલિકાના પ્રમુખ ચૂંટાયેલા સભ્ય અને ચીફ ઓફિસર ને ખુદ નગરપાલિકા સંતરામપુર વાસીઓમાં ભારે આક્રોશ જોવાઈ રહ્યો છે