ઈલ્યાસ શેખ, સંતરામપુર
સંતરામપુર નગરમાં જીયોની કેબલ નાખવાની લાઈન નાખતા ટેકટર ફસાયુ…
સંતરામપુર તા.28
સંતરામપુર નગરમાં ગત વર્ષે જૂન મહિનામાં રિલાયન્સ પેટ્રોલ પંપ માંડવી ચાર રસ્તા સુધી આશરે રૂપિયા ૨૮ લાખના ખર્ચે નવો રોડ બનાવવામાં આવેલો હતો એક જ વર્ષમાં આખો રોડ તોડી નાખવામાં આવેલ હતો અને એક જ વર્ષમાં રોડની કામગીરીમાં હલકી ગુણવત્તા હોવાના કારણે રોડ પર તૂટી ગયો હતો સરકારના એક જ વરસ મારો બનાવેલા ૨૮ લાખ રૂપિયા પાણીમાં ગયા આ રીતે આવી કામગીરી નગરમાં અનેક સવાલો ઉભા થયા છે અને ચર્ચ આવેલું હતું જ્યારે બીજી બાજુ બેરોકટોક વગર jio કંપનીના કેબલ નાખવા માટે કામગીરી હાથ ધરવા માટે આખો રોડ ખોદી નાખવામાં આવેલો હતો છેલ્લા 15 દિવસથી રાહદારીઓ અને સ્થાનિક રહીશો હાલાકી ભોગવી રહેલા છે કામગીરીમાં વેઠ ઉતારેલી છે રોજિંદા વાહનચાલકો અવર જવર કરતા પસાર થતાં મુશ્કેલી વધી રહ્યા છીએ કોઈ પણ તંત્રની મંજૂરી વિના રૂપિયા 28 લાખના ખર્ચાને રોડ ને તોડી નાખવામાં આવ્યો પરંતુ તંત્ર ચૂપ કેમ અને આ રોડની બનાવવામાં આવેલી યોગ્ય ખાતાકીય તપાસ પણ થવી જોઈએ આ રોડ ની અંદર યોગ્ય કામગીરી કરવામાં આવેલી નથી ખરેખર બનાવેલા રોડની કામગીરીમાં તપાસનો વિષય બન્યો સંતરામપુર સંતરામપુર