Thursday, 28/03/2024
Dark Mode

સંતરામપુર નરસિંગપુર મુખ્ય પ્રાથમિક શાળામાં સી.ડી.પી.ઓ ના હસ્તે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી.

June 26, 2022
        537
સંતરામપુર નરસિંગપુર મુખ્ય પ્રાથમિક શાળામાં સી.ડી.પી.ઓ ના હસ્તે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી.

ઇલ્યાસ શેખ, સંતરામપુર

 

સંતરામપુર નરસિંગપુર મુખ્ય પ્રાથમિક શાળામાં સી.ડી.પી.ઓ ના હસ્તે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી.

 

મહિસાગર જિલ્લાની સંતરામપુર તાલુકાનું પાદરી ફળિયા પગાર કેન્દ્ર મને ગમતી શાળા નરસિંગપુર મુખ્ય પ્રાથમિક શાળામાં ઇન્ચાર્જ સી.ડી.પી.ઓ સંતરામપુર શ્રીમતી કિંજલબેન સંગાડાના વરદ હસ્તે શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન શાળાના આચાર્યશ્રી લખમણભાઇ ખરાડીએ કરેલ. શાળાની બાલિકાઓ દ્વારા મનુષ્ય ગૌરવ ગાન રજૂ કરવામાં આવ્યુ. આંગણવાડીના કુલ ચાર અને ધોરણ એકના છવ્વીસ જેટલા બાળકોને કુમકુમ તિલક, ગોળ ધાણા ખવડાવી અને શૈક્ષણિક કીટ આપી વિધિવત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પ્રવેશ આપવામાં આવ્યો. આઝાદી કા અમૃત મહોત્સવ વિષય ઉપર રાવળ રોહિતકુમાર ભરતભાઇ ધોરણ સાત દ્વારા પોતાનું વક્તવ્ય રજૂ કરેલ. ગત વર્ષે વાર્ષિક પરીક્ષામાં પ્રથમ નંબર મેળવનાર ધોરણ ત્રણ થી આઠના બાળકોને ઇનામ આપી પ્રોત્સહિત કરવામાં આવ્યા. આજના દિવસે શાળાના બાળકોને તિથી ભોજન આપનાર ગામના સરપંચશ્રી રમેશભાઈ સંગાડાનું પુસ્તક દ્વારા અને અત્રેની શાળાના મદદનીશ શિક્ષક શ્રી રમેશકુમાર બી ચૌહાણને વિશ્વ વંદનીય સંત શ્રી પૂ. મોરારીબાપુના હસ્તે ચિત્રકૂટ પારિતોષિક મેળવતા શાળા પરિવાર અને એસ. એમ. સી દ્વારા આજના કાર્યક્રમના અધ્યક્ષ શ્રી અને સરપંચશ્રી દ્વારા શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું. કાર્યક્રમના અધ્યક્ષ શ્રીમતી સેજલબેન સંગાડાએ શિક્ષણનું બાળકોના જીવનમાં કેટલું મહત્વ છે અને શાળામાં બાળકોને નિયમિત મોકલવા વાલીઓને આગ્રહ કારેલ. કાર્યક્રમ બાદ વૃક્ષારોપણ તથા એસ.એમ.સી સભ્યોની મિટિંગ કરવામાં આવી. પ્રવેશ લેનાર ધોરણ એકનાં તમામ બાળકોને શૈક્ષણિક કીટ (દફતર, સ્લેટ, નોટ, પેન, પેન્સિલ, રબર, સંચો, માપપટ્ટી, દેશી હિસાબ) શાળાના મદદનીશ શિક્ષકશ્રી રમેશકુમાર બી. ચૌહાણ તરફથી આપવામાં આવેલ. કાર્યક્રમમાં તલાટી શ્રી સેજલબેન પટેલ, મુખ્ય સેવિકા બેન અરુણાબેન સંગાડા, એસએમસી અધ્યક્ષ શ્રી, અને તમામ સભ્યો તથા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો. કાર્યક્રમની આભારવિધિ શાળાના મદદનીશ શિક્ષકશ્રી રમેશભાઈ ચૌહાણે કરેલ. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન વાદી અંજલીબેન યશપાલભાઈ ધોરણ આઠ અને ખાંટ રાહુલભાઈ મુકેશભાઈ ધોરણ સાત દ્વારા કરવામાં આવેલ. શાળા પ્રવેશોત્સવ ને સફળ બનાવવા શાળા પરિવારે ભારે જહેમત ઉઠાવેલ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!