
કપિલ સાધુ :- સંજેલી
સંજેલી પુષ્પ સાગર તળાવની પાસે આવેલ વિશ્વકર્મા મંદિરે ઝાલોદ પંચાલ સમાજ મહિલા વિકાસ ટ્રસ્ટ દ્વારા ધ્વજા મંદિરના શિખર ઉપર ચડાવવામાં આવી .
પંચાલ સમાજની મહિલાઓ દ્વારા જિલ્લાના ભગવાન વિશ્વકર્મા મંદિરો ઉપર પાંચ ધજા ચડાવવા માટે નો કરવામાં આવ્યો છે સંકલ્પ.
ઝાલોદ પંચાલ સમાજ મહિલા વિકાસ ટ્રસ્ટ દ્વારા સંજેલી ખાતે થી પ્રથમ ધજા મંદિરના શિખર ઉપર ચડાવવામાં આવી હતી .
સંજેલી પંચાલ સમાજ દ્વારા ઝાલોદ ની સમાજની મહિલા મંડળને ભગવાન વિશ્વકર્મા ની તસ્વીર આપવામાં આવી હતી ભેટ
ઝાલોદ વિશ્વકર્મા મહિલા વિકાસ ટ્રસ્ટ તરફથી પાંચ ધજા મંદિરોના શિખર ઉપર ચડાવવા માટે નો સંકલ્પ કર્યો હતો જેને લઇને સંજેલી માં આવેલ ભગવાન વિશ્વકર્મા મંદિરે પ્રથમ ધજા ચડાવવામાં આવી હતી . ત્યારે કહી શકાય કે સંજેલી પંચાલ સમાજ તેમજ ઝાલોદ મહિલા મંડળ સંયુક્ત રીતે મંદિર એકત્રિત થઇ અને પ્રાર્થના આરતી ભજન કિર્તન નું આયોજન કર્યું હતું ત્યારે પૂજાપાઠ કરી અને પ્રસાદી વિતરણ કરી અને ધજા મંદિરના શિખર ઉપર ચડાવવામાં આવી હતી . તેમજ મહિલા મંડળના સભ્ય દ્વારા જણાવવામાં આવ્યું હતું કે દાહોદ જિલ્લામાં આવેલા વિશ્વકર્મા મંદિરો સહિતનાં મંદિરોમાં મહિલાઓ દ્વારા સંકલ્પ કરેલી ધજાઓ ને મંદિરો પર ચડાવી અને સંકલ્પ પૂર્ણ કરવામાં આવશે તેમ ઝાલોદ મહિલા મંડળ દ્વારા જણાવવામાં આવ્યું હતું
આ કાર્યક્રમમાં દાહોદ જિલ્લા પંચાલ સમાજ પ્રગતિ મંડળના પ્રમુખ , મહામંત્રી, કાર્યાધ્યક્ષ , કારોબારીના સભ્યો , તેમજ સંજેલી પંચાલ સમાજ પ્રમુખ ભરતભાઈ પંચાલ , તેમજ મંત્રી કલ્પેશભાઈ પંચાલ સહિત સમાજના સૌ કોઈ વ્યક્તિઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા તેમજ ભગવાન વિશ્વકર્મા ના દર્શન કરી પૂજા પાઠ પ્રાર્થના સાથે ધન્યતા અનુભવી હતી