ઇલ્યાસ શેખ, સંતરામપુર
સંતરામપુર તાલુકાન પાદેડી કલાસવા પ્રાથમિક શાળામાં 136 બાળકો ભોજન વગર રહ્યા…
દાતા સંચાલક અને તંત્રની વચ્ચે બાળકોને બે દિવસથી ભોજન વગર ભૂખ્યા રહેવું પડે છે…
પ્રવેશ મહોત્સવ મહત્વ કે પ્રાથમિક ભોજન મહત્વ હજુ સુધી નિર્ણય લેવામાં આવ્યો નહીં…
સંતરામપુર તા.22
સંતરામપુર તાલુકાના પાદેડી કલાસવા પ્રાથમિક શાળામાં એક થી આઠ ધોરણ માં 136 બાળકો અભ્યાસ કરી રહેલા છે મધ્યાન ભોજન ની ભરતી અંગે સંચાલકની વિવાદ ઊભો થયો હતો અને તાળાબંધી કરવામાં આવેલી હતી બાળકોને શાળામાં પ્રવેશ તા આપ્યો પરંતુ ભોજન આપવામાં આવતું નથી પ્રાથમિક શાળામાં નિરીક્ષક મુલાકાત લીધી હતી શિક્ષણ ખાતા માંથી મામલતદાર કોઈપણ જગ્યાએથી નિર્ણય આવેલું ન હતો અંતરિયાળ વિસ્તારમાં ગરીબ આદિવાસી બાળકોને શિક્ષણ અને ભોજન તેમના માટે ઘણું મહત્વનું છે પરંતુ બાળકોને બે દિવસથી ભોજન આપવામાં આવતું નથી મધ્યાન ભોજન નો રૂમ ખોલવામાં આવતો જ નથી નવા સંચાલકની પ્રવેશ આપવાનો નહીં તે મુજબ નક્કી કરીને શાળાનું દરવાજો ખોલવામાં આવેલ હતો પરંતુ બાળકોના ભોજન માટે કોઈ વિકલ્પ વ્યવસ્થા કરવામાં આવી ન હતી બાળકો બે દિવસથી ભોજન થી વંચિત રહે છે ખરેખર બાળકોને પ્રવેશોત્સવ નહિ પણ ભોજન જોઈએ છે તે ઘણું મહત્વ છે એ બાબતમાં સરકાર અને શિક્ષણ ખાતા તંત્ર વિચારવું જોઈએ