ઇલ્યાસ શેખ, સંતરામપુર
યોગ ભગાવે રોગ વિષય આધારિત વકતૃત્વ સાથે નરસિંગપુર મુખ્ય પ્રાથમિક શાળામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવી.
મહિસાગર જિલ્લા શિક્ષણ સમિતિ સંચાલિત સંતરામપુર તાલુકાની પાદરી ફળીયા પગાર કેન્દ્રની મને ગમતી શાળા નરસિંગપુર મુખ્ય પ્રાથમિક શાળામાં આજ રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી શાળાના બાળકો અને સ્ટાફ મિત્રો દ્વારા કરવામાં આવી. શાળામાં અસરકારક પ્રાર્થના સંમેલન બાદ યોગ દિવસની ઉજવણીનું આયોજન શાળાના આચાર્યશ્રી લખમણભાઇ ખરાડીના પ્રાસંગિક ઉદબોધન અને શાબ્દિક પ્રવચન બાદ શરૂ કરવામાં આવેલ. આજના દિવસે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સંતરામપુરના લેક્ચરર શ્રી એસ.એ રાઠોડ ઉપસ્થિત રહી બાળકોને યોગ કેવી રીતે કરવા, યોગ કરતી વખતે શું ધ્યાનમાં રાખવું, અને યોગ માટેનો યોગ્ય સમય કયો છે, અને નિયમિત યોગ કરવા જેવી વિવિધ બાબતો પર માર્ગદર્શન પૂરું પાડેલ. આજના આયોજન મુજબ શાળાના તમામ બાળકોએ યોગ, યોગાસન, પ્રાણાયામ, મુદ્રાઓ વગેરે સામૂહિક રીતે રજુ કરવામાં આવેલ.
સૂર્યનમસ્કાર નિદર્શન પણ કરવામાં આવેલ. અત્રેની શાળાના ખેલ મહાકુંભમાં રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર બાળકોએ વિવિધ આસનો અને યોગ નિદર્શન રજુ કરી ઉપસ્થિત બધા બાળકોને અને મહાનુભાવોને મુગ્ધ કરેલ. આજના દિવસે ધોરણ ૬ થી ૮ ના બાળકોને યોગ ભગાવે રોગ વિષય પર વકૃત્વ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યુ. સ્પર્ધામાં પ્રથમ આવનાર બાળકો રાવળ રોહિતભાઈ ભરતભાઇ ધોરણ સાત અને ખાંટ રાહુલભાઈ મુકેશભાઈ ધોરણ સાત ને શ્રી એસ. એ. રાઠોડ તરફથી રોકડ ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના મદદનીશ શિક્ષક શ્રી મંગળસિંહ સંગાડા દ્વારા કરવામાં આવેલ.