ઇલ્યાસ શેખ, સંતરામપુર
સંતરામપુર નગરમાં ઉભરાતી ગટરો: પાલિકાના પ્રિમોન્સુન કામગીરીની પોલ ખુલી..
નગરપાલિકા સફાઈ કરતી નથી કાયમી સમસ્યા..
સંતરામપુર નગરમાં નગરપાલિકા વિસ્તારોમાં પ્રિ માનસૂન સિઝનમાં પાલિકાની પોલ ખોલી જવા પામી છે. જેમાં પાલિકાના દરેક વિસ્તારોમાં ગટર ચોકઅપ સફાઈનો અભાવ સફાઈ કરવામાં આવ્યો હોય તો અને ગટર ખુલ્લી કરી હોય તો પરિસ્થિતિ આના જોવાથી દરેક વિસ્તારોમાં કચરાના ઢગલા અને ગંદુ પાણી ઊભરાતું રોડ ઉપર ફરી વળ્યું પરંતુ વિસ્તારના દરેક નાગરિકે સફાઈ માટે પાલિકામાં જાણકારી પરંતુ દિવસભર પરિસ્થિતિ જોવા મળી પાલિકા દ્વારા સફાઈ કરવામાં આવી નહીં સંતરામપુર પાલિકા નાગરિકોને પ્રાથમિક સુવિધા આપવામાં નિષ્ફળ ગયેલી છે પરંતુ કામગીરી કરવા તૈયાર જ નથી રાહદારી અને નાગરિકોને ગંદા પાણીમાં ચાલીને જવું પડે છે દિવસે દિવસે મુશ્કેલી વધી રહી છે સંતરામપુર પાલિકા તેનું નિરાકરણ લાવવા તૈયાર જ નથી સ્વચ્છ ભારત મિશનમાં વડાપ્રધાન વારંવાર સ્વચ્છતા રાખવા માટેના સુત્રો સાકાર કરતા હોય છે પરંતુ પાલિકાના સત્તાધીશો નગરને સ્વચ્છ રાખવા માટેની જરાય રસ નથી નગરના કેટલાક વિસ્તારો એવા છે કે ચૂંટાયેલા સભ્યો પણ રહે છે પોતાના વિસ્તારમાં પણ સફાઈ કરવા તૈયાર નથી દિવસે દિવસે સંતરામપુર નગરમાં પરિસ્થિતિ ખરાબ થતી જાય છે નાગરિકોની સુવિધા પૂરી પાડવા નું પાલિકાના ફરજમાં આવે છે.