સંતરામપુરમાં રાજ્ય સરકારના મંત્રી કુબેરભાઈ ડીંડોર તથા સાંસદના પ્રયાસોથી  9 કરોડના ખર્ચે નિર્માણ પામેલા નવીન બ્રીજનું લોકાર્પણ

Editor Dahod Live
1 Min Read

  ઇલ્યાસ શેખ :- સંતરામપુર

સંતરામપુરમાં રાજ્ય સરકારના મંત્રી  કુબેરભાઈ ડીંડોર તથા સાંસદના પ્રયાસોથી  9 કરોડ ના ખર્ચે નિર્માણ પામેલા નવીન બ્રીજ નું લોકાર્પણ

સંતરામપુર તા.01

 સંતરામપુર તાલુકામાં રાજ્ય સરકારના મંત્રી કુબેરભાઈ ડીંડોર અને એવા જ આપણા લોક લાડીલા સાંસદ જશવંતસિંહ ભાભોર ના હસ્તે કરવામાં આવ્યું.તથા સાથે સાથે ફતેપુરા સંતરામપુરની નવીન બસ નો રૂટ ચાલુ કરાવી તેને લીલી ઝંડી આપી હતી.

 

આ પ્રસંગે જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન પ્રકાશભાઈ કટારા તથા જિલ્લા પંચાયત સભ્ય શંકરભાઈ તાવીયાડ ગડિયા સીટ ના જિલ્લા સભ્ય અને યુવા નેતા સચિન શાહ તથા સંતરામપુર મંડળ ના પ્રમુખ બળવંતભાઈ પટેલીયા મહામંત્રી તથા તાલુકા પંચાયત ના પ્રમુખ શારદાબેન પટેલીયા સહિતના પાર્ટીના હોદ્દેદારો હાજર રહ્યા.
ગામલોકો દ્વારા માનનીય મંત્રીશ્રી ઓનું ઘોડા પર બેસાડી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું…કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો

Share This Article