સંતરામપુર ગોધરા ભાગોળ રોડ રસ્તા બિસ્માર હાલતમાં:ધૂળની ડમરીઓથી રાહદારીઓ પરેશાન

Editor Dahod Live
2 Min Read

ઇલ્યાસ શેખ :- સંતરામપુર

સંતરામપુર ગોધરા ભાગોળ રોડ રસ્તા બિસ્માર હાલતમાં:ધૂળની ડમરીઓથી રાહદારીઓ પરેશાન

સંતરામપુર તા.01

સંતરામપુર નગરપાલિકા દ્વારા ઘણા સમયથી બસ સ્ટેશન ચાર રસ્તા કારગિલ પેટ્રોલ પંપ સુધી રસ્તાની હાલત કફોડી બનતી ગઈ છે.આખા રસ્તા ઉપર ખાડાઓ પડી ગયેલા જોવા મળેલા છે.આશરે બે વર્ષથી આ રસ્તાની હાલત ગંભીર બની ગઇ છે.આના કારણે સ્થાનિક નાગરિકો મુશ્કેલી વધી રહ્યા છે.રોડ બનાવવાની મંજુરી પણ મળી ગઈ છે.રાજ્ય સરકારમાંથી તને રકમ પણ મંજૂર કરવામાં આવેલી છે તેમ છતાંય નગરપાલિકા નાગરિકોને રસ્તાની સુવિધા આપવામાં જરાય રસ નથી અને આળસ કરે છે બોર્ડના ચૂંટાયેલા સભ્યો અને પાલિકાના અધિકારીઓએ ઘણા સમયથી સ્થાનિક રહીશોને પારાવાર મુશ્કેલી વેઠી તૈયાર છે પરંતુ નવા રસ્તાની કામગીરી શરૂ કરવા તૈયાર નથી નગરપાલિકાને ચાર વર્ષ વીતવા છતાંય હજુ સુધી સંતરામપુર નગરમાં જરાય વિકાસ જોવાતો નથી અને વિકાસ રુંધાઈ રહ્યો છે નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યોએ રાજસ્થાન ડુંગરપુર જઈને જોવું જોઈએ કે ખરેખર નગરનો વિકાસ કઈ રીતે કરી શકાય અને નાગરિકોને સુવિધા કઈ રીતે પૂરી પાડી શકાય આશરે ત્રણ વર્ષ અગાઉ પણ ગોધરા ભાગોળ વિસ્તારમાં વરસાદી પાણી ભરાઇ રહે છે તે માટે બેંક.ઓફ.બરોડા બાજુ આરસીસી રસ્તાનો ટુકડો બનાવેલો હતો પરંતુ વર્ષ દરમિયાન અવારનવાર નાનું-મોટું રીપેરીંગ કરીને બિલ મૂકીને ખર્ચ પાડે છે તેમ છતાંય નવો રસ્તો બનાવવા તૈયાર નથી સૌથી મોટી વાત એ છે કે આજ વિસ્તારની અંદર રાજ્યકક્ષાના મંત્રી અને મહિસાગર જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સૌથી મોટા નેતાઓ અહીંયા જ રહે છે તેમ છતાંય નાગરિકોને સુવિધા મળતી જ નથી આવી કાળઝાળ મોંઘવારીમાં એક બાજુ ઈંધણ મોંઘું થઈ રહ્યું છે ત્યારે બીજીબાજુ આવા ખાડા પડેલા રસ્તાઓના કારણે નાગરિકોને કમરના ભાગે ભારે તકલીફ ઊભી થતી હોય છે ગોધરા રોડ વિસ્તારની નવા રસ્તાની સુવિધા નાગરિકોને ક્યારે મળશે..? એ તો આવનારો સમય જ બતાવશે.

Share This Article